________________
શ્રી અહં નમઃ |
પ્રસ્તાવના
સ્યાદવાદ સિદ્ધાન્તમય શ્રી જિનપ્રવચનમાં શાસ્ત્રોમાં જુદી જુદી ભૂમિકાને આશ્રયીને જુદી જુદી અપેક્ષાએ બોલાયેલા વિવિધ વચનો ઠેર ઠેર જોવા મળે છે. 'તપ (ધર્મ) કરવો છે? કર્મનિર્જરા સિવાય બીજા કોઈ ઉદ્દેશથી કરાય નહીં.” એવાં શાસ્ત્રવચનો એક બાજુ મળે છે. જ્યારે બીજી બાજુ “જો તું શ્રેષ્ઠ વિષયસુખ વગેરેને ઇચ્છે છે, તો તું ધર્મમાં જ ઉઘમ કર.' ઇત્યાદિ જગાવનારાં શાસ્ત્રવચનો પણ મળે છે. અર્થાત્ વિષય-સુખાદિની ઈચ્છાથી પણ ધર્મ જ કરવાનું જણાવનારાં શાસ્ત્રવચનો નથી મળતાં એમ નહીં, પણ મળે જ છે. ઉપરછલ્લી નજરે પરસ્પર વિરોધવાળાં જણાતાં આવાં વચનોનું સીધું, સરળ અને સાચું સમાધાન એ છે કે “આ બન્ને વચનો જુદી જુદી અપેક્ષાએ બોલાયેલાં હોઈ વસ્તુતઃ પરસ્પર વિરુદ્ધ નથી. જેમ કે લોકમાં એકની એક વ્યક્તિનો પણ જુદી જુદી (સ્વપુત્ર-સ્વપિતાની) અપેક્ષાએ પિતા તરીકે અને પુત્ર તરીકે ઉલ્લેખ કરનારાં વચનો મળે છે, જે વસ્તુતઃ પરસ્પર વિરુદ્ધ હોતાં નથી. આશય એ છે કે અમુક અપેક્ષાએ (પુત્ર લવ-કુશની અપેક્ષાએ) “આ પિતા છે” એ રીતે પિતા તરીકે ઉલ્લેખાયેલી વ્યક્તિનો (રામનો) પુત્ર તરીકે ઉલ્લેખ કરનાર “આ પુત્ર છે એવો અન્ય વચનપ્રયોગ જોઈને “આ અન્ય અપેક્ષાએ કહેવાયેલું છે” એટલી સરળ વાત પણ જેઓ સ્વીકારવા તૈયાર થતા નથી અને ઉપરથી પુત્ર તરીકેના થયેલા ઉલ્લેખથી “આ પિતા છે' એ જ વાત સાચી, એ રીતે પોતે એક માત્ર પકડેલા પિતા' તરીકેના ઉલ્લેખનો વિરોધ ન થાય એ માટે, પછી, “આ પુત્ર છે એવું વાક્ય પણ “આ પિતા છે” એવા અર્થને જણાવે છે, એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરે, તો તેઓને કેટકેટલા કુતકો લડાવવા પડે !?
આ રીતે, “ધર્મ મોક્ષ માટે જ કરવો એ રીતે ઉલ્લેખ પામેલા ધર્મ અંગે જ ‘વિષયસુખની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો' એવું ઉત્તરાધ્યયન સૂત્રનું વૃત્તિવચન જોઈને જેઓ “આ બન્ને જુદી જુદી અપેક્ષાએ બોલાયેલાં વચનો છે એટલી સરળ વાત સમજી શકતા નથી અને 'વિષયસુખની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ' એવા શાસ્ત્રવચનથી, પોતે જે એકમાત્ર પકડેલી વાત છે કે ધર્મ મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org