________________
૯૦
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ વડીલોને ગીતાર્થ માનવા માટે મન તૈયાર શી રીતે થાય ?
(૩) તત્વનિર્ણય માટેની જિજ્ઞાસા-તૈયારીથી, અશાસ્ત્રીયતાને જણાવનાર આ પુસ્તિકા લખાઈ નથી એનું સૂચન કરનાર એક હકીકત એ છે કે, દેવદ્રવ્યમાંથી પણ પૂજા થઈ શકે છે એવું સૂચન કરનારા ઉપદેશપદ, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, દ્રવ્ય-સપ્રતિકા, દર્શનશુદ્ધિ, વસુદેવહિંદી, મૂળશુદ્ધિપ્રકરણ વગેરે ગ્રન્થોનાં શાસ્ત્રવચનો ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં આપેલા છે. આટલા બધા લગભગ એક સરખા શાસ્ત્રપાઠો પરથી, દેવદ્રવ્યથી પણ પૂજા-સ્નાત્ર વગેરે થઈ શકે છે એવું સૂચન જે થાય છે એના પર ૫ શ્રી ચન્દ્રગુપ્ત વિ. (હાલ આચાર્ય) ને કશો વિચાર કરવો આવશ્યક લાગ્યો નથી તો એમનું લખાણ-નિરૂપણ શાસ્ત્રીય તત્ત્વ શું છે ? એવી જિજ્ઞાસાથી થયેલું છે એમ શી રીતે કહી શકાય ?
(૪) “પારકા માલથી પ્રભુપૂજા વગેરે કરે તો શ્રાવકને ભક્તિની શું લાભ મળે ? એના કરતાં તો એણે જિનાલયમાં કાજો કાઢવો, ફુલો ગૂંથી આપવા વગેરે કરીને ભક્તિનો લાભ લેવો જોઈએ.' વગેરે નિરૂપણ સામો પક્ષ અત્યાર સુધી કરતો હતો. તેમજ, "તો મુનિને નહીં કિમ પૂજના, એમ તું શું ચિંતે શુભ મના ?
રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ” - આવા, મહો.શ્રી યશોવિજયજી મ.ના વચન વગેરે પરથી તેઓ એવી પણ દલીલ કરતા હતા કે મુનિઓને પરિગ્રહ રોગ નથી માટે પૂજા કરવાની હોતી નથી. શ્રાવકને પરિગ્રહનો રોગ વળગેલો છે, તેથી એના નિવારણ માટે પૂજા કરવાની હોય છે. હવે જો એ પરાયા માલથી પૂજા કરે તો એના પરિગ્રહની મૂછ તો અકબંધ જ રહી જવાથી એ પૂજાથી શી રીતે લાભ થાય ? માટે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ.
પણ, “અન્યને દ્રવ્યથી પૂજા કરવામાં જો લાભ થતો ન હોય તો, સંઘ વગેરેમાં જોડાઈને યાત્રા-ભક્તિ કરનારા શ્રાવકોને પણ એ યાત્રા વગેરે સ્વદ્રવ્યથી થતા ન હોવાથી કોઈ લાભ ન થવો જોઈએ. ને તેથી એવાં અનુષ્ઠાન વિહિત જ ન હોવા જોઈએ.” વગેરે અમારી દલીલ જોઈ એટલે તેઓએ પાટલી બદલી.... ૫. ચન્દ્રગુમ વિ. એમની પુસ્તિકામાં લખે છે કે "પદ્રવ્યથી પૂજા કરવાનો એકાન્ત નિષેધ નથી, દેવદ્રવ્યથી પૂજા કરવાનો નિષેધ કરીએ છીએ.”
પાટલીબદલુઓ ભલે પાટલી બદલે. એ પછીની એમની માન્યતાનો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org