________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૬૭ - શ્રી નેમિનાથ ભગવાને દ્વારિકાના દાહના નિવારણ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપ્યાની વાત પાંડવચરિત્રમાં જણાવેલી છે ને લભગભ દરેક સમુદાયોમાં પ્રસિદ્ધ છે, વ્યાખ્યાનોમાં પણ ઠેર ઠેર કહેવાય છે. છતાં સામાપક્ષે આવી વાત ચલાવી કે - આ વાત કોઈ શાસ્ત્રમાં કહી નથી. વગેરે.
તા. ૨૮--૯૩ ને “જૈનશાસન સપ્તાહિકમાં સ્વ.આ. શ્રી રવિચન્દ્ર. મ.ના શિષ્ય શ્રી જયદર્શનવિ.મ.નો ‘વિચારવસંત’ નામે એક લેખ આવ્યો છે. એમાં એક વાર્તા આપી છે જે ટૂંકમાં આવી છે - નાની ઉમરમાં બાળલગ્ન કરીને કાશીમાં ભણવા ગયેલો લલ્લશંકર પંડિત થઈને પાછો ફરતો હતો. એના મિત્રને એની પરીક્ષા લેવાનું મન થયું. એ મિત્ર સામો આવીને એને કહે છે કે “એક માઠા સમાચાર છે.” “શું ?' “તારી પત્ની રાંડી છે.' પેલો તો પોક મૂકવા માંડયો. એની વિધવા બહેન પોક મૂકવાનું કારણ પૂછે છે. તો આ લલ્લુશંકર જણાવે છે કે મારી પત્ની રાંડી માટે પોક મૂકું છું. એની બહેન કહે છે. “અલ્યા ગાંડો છે ? તારા જીવતાં કાંઈ તારી પત્ની રાંડતી હશે ?'. તો આ લલુશંકર કહે છે : કેમ ? મારા જીવતાં તું રાંડી તો મારી બૈરી કેમ ન રાડે ?
આટલો ટૂચકો વર્ણવ્યા બાદ પોતાની જાતને જ લહુશંકર ઠેરવતા શ્રી જયદર્શન વિજયજી, આમ લખે છે કે – આજે કોઈ પણ માણસ (એટલે કે સ્વ.પૂ. ગુરુદેવ આ.ભગ.શ્રી ભુવનભાનુસૂ.મ.સા. વગેરે અમે) લોકોને પૂછી શકે છે : સ્વદ્રવ્યથી જિનપૂજા થાય તો દેવદ્રવ્યથી શા માટે ન થાય, બોલો જોઉં ?''
આ પંડિતોને (એમના શબ્દોમાં પઠિત મૂખને-લલ્લશંકરોને) અમારી માન્યતાને ખોટી સાબિત કરી શકે એવા કોઈ તર્ક તો મળતા નથી એટલે આવા તુક્કાઓ લડાવે છે. દેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે છે એવું અમે શા માટે જણાવીએ છીએ એ જાણી શકવાની બિચારાઓની ભૂમિકા ન હોવાથી કરે પણ શું ?
સંખ્યાબંધ શાસ્ત્રપાઠો (જે ધા. વ. વિચારમાં આપેલા છે તે)માં જણાવ્યું છે માટે અમે કહીએ છીએ કે દેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે છે. સ્વદ્રવ્યથી જિનપૂજા થઈ શકે છે, માટે દેવદ્રવ્યથી પણ થઈ શકે” એવું અમે ક્યાંય જણાવ્યું નથી. આમ, 'સ્વદ્રવ્યથી જિનપૂજા થાય છે માટે દેવદ્રવ્યથી પણ થઈ શકે' એવું અમે કહેતા ન હોવા છતાં અમે એવું કહીએ છીએ એવો જુઠ્ઠો આરોપ સામો પક્ષ બેધડક મૂકી શકે છે એ વાત સામાપક્ષની ભૂમિકાને છતી કરવા માટે સક્ષમ છે.
દેવદ્રવ્યનો લોપ કરનારો (એ દ્રવ્યથી થનારાં) પૂજા-સ્નાત્ર મહોત્સવ વગેરેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org