________________
८०
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ
હતો એવો નિર્ણય બાંધી લેવો એ આંધળુકિયા કરવા જેવું કહેવાય... તમે જણાવ્યું એ જ અંકની જિજ્ઞાસા-તૃપ્તિની વાત વિચારીએ –
પૃ. ૨૨૭ પર ઉભી પહેલી કોલમમાં આ પ્રમાણે જિજ્ઞાસા-તૃપ્તિ જણાવ્યા છે. xxx જિŌ ‘સતિ દેવાદિ દ્રવ્યે...' વગેરે શાસ્ત્રમાં આવતા પાઠોના આધારે શ્રાવકો માટે દેવદ્રવ્યમાંથી પૂજાની વ્યવસ્થા થઈ શકે ?
તૃ. ન થઈ શકે. સતિ દેવાદિદ્રવ્ય... આદિ શાસ્ત્રપાઠો દેવદ્રવ્યની વ્યવસ્થા માટેના છે. પણ શ્રાવકોની પૂજા વિધિ માટેના નથી. xxx
હવે આના પર વિચારણા કરીએ. (આ વિચારણામાં આપણે એમનો ‘પૂર્વપક્ષ’ તરીકે ઉલ્લેખ કરીશું, કારણ કે એમણે પોતાની આ માન્યતા રજુ કરી છે. અને આપણો ‘ઉત્તરપક્ષ’ તરીકે ઉલ્લેખ કરીશું.. આપણે એમની આ રજુઆત પર એમને એક પ્રશ્ન પૂછીએ છીએ કે – “આ શાસ્ત્રપાઠો શ્રાવકોની પૂજાવિધિ માટેના નથી-દેવદ્રવ્યની વ્યવસ્થા(ઉપયોગ) શું કરવી એ જણાવવા માટેના છે- '' એવું શા માટે માનો છો ?
પૂ. - શ્રાવકોને જિનપૂજાનો જ્યાં ઉપદેશ આપ્યો છે ત્યાં સ્વવિભવોચિત મૂલ્ય વડે સ્વશક્તિઅનુસારે કરવી વગેરે ગ્રન્થોમાં ઠેર ઠેર જણાવ્યું છે. જ્યારે આ પાઠમાં તો ‘દેવદ્રવ્ય હોય તો જીર્ણોદ્ધાર-પૂજા વગેરે સંભવિત બને' એમ જણાવ્યું છે. એટલે આવો વિભાગ માનવો પડે છે કે આ પાઠો દેવદ્રવ્યના ઉપયોગને જણાવનારા છે, પણ શ્રાવકે પોતે પૂજા કરવી હોય તો એની વિધિ જણાવનારા નથી.
ઉ. - (૧) એટલે, ‘‘દેવદ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્ધારમાં થઈ શકે, જિનપૂજામાં ન જ થઈ શકે” આવું તમે જે જોરશોરથી આજ સુધી બોલતા હતા તે તો ખોટું જ ઠરી ગયું ને ?
(૨) તમારા અહીંના આ બે વાકયોમાં જ પૂર્વાપરિવરોધ છે. ‘ન થઈ શકે' એમ જણાવીને તમે ‘દેવદ્રવ્યમાંથી પૂજાની વ્યવસ્થા ન થઈ શકે’ એમ જણાવ્યું ને પછી તરત જ ‘સતિ દેવાદિદ્રવ્યે... આ શાસ્ત્રપાઠો દેવદ્રવ્યની વ્યવસ્થા માટેના છે' એમ જણાવીને એ વ્યવસ્થા તરીકે જીર્ણોદ્ધાર-પૂજા વગેરે જણાવી જ દીધા, કારણ કે ‘સતિ હિ દેવદ્રવ્ય પ્રત્યહં ચૈત્યસમારચન-મહાપૂજા-સત્કારસંભવ:' આવો આ પાઠ છે જેમાં ‘દેવદ્રવ્ય હોય તો પ્રતિદિન જીર્ણોદ્ધાર-મહાપૂજા-સત્કાર સંભવિત બને એમ જણાવીને એના ઉપયોગ તરીકે મહાપૂજા વગેરે પણ જણાવ્યા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org