________________
૭૨
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ હતો ને તેથી પ્રમાણભૂત નથી- એમ જાહેર કરી, એ પત્ર લખાયાને દાયકાઓ વીત્યા બાદ, ને એને લખનાર વ્યક્તિના સ્વર્ગવાસ બાદ, હવે સામાપક્ષે એને અશાસ્ત્રીય ઠેરવ્યો. (પછી ભલે ને એ લખનારા સિદ્ધાન્ત મહોદધિ હોય ને પોતાનો સંસારમાંથી ઉદ્ધાર કરનારા તારણહાર ગુરુદેવ હોય)
(બ) સ્વ૦ પૂ.આ.શ્રી રવિચન્દ્ર સૂ.મ. સાહેબે કલ્યાણ ના જુલાઈ-ઓગષ્ટ ૧૯૮૩ ના અંકમાં પ્રશ્નોત્તર કર્ણિકા-વિભાગ માં “અષ્ટપ્રકારી પૂજાની ઉછામણી, સ્વપ્નદ્રવ્ય વગેરે કલ્પિત દેવદ્રવ્ય છે ને એનો ઉપયોગ દેરાસરસંબંધી જિનપૂજા વગેરે સર્વ કાર્યોમાં થઈ શકે છે” આ વાત જણાવી છે. વિ.સં. ૨૦૪૪ માં થયેલા ઐતિહાસિક મુનિસંમેલનના ઠરાવમાં પણ આવી જ વાત હતી. વિરોધપક્ષે વિરોધ તો કરવો જ પડે ને? વિરોધ ચાલુ કરી દીધો. સ્વપ્નદ્રવ્ય વગેરે કલ્પિત દેવદ્રવ્ય નથી. ઈત્યાદિ, એટલે એમની સામે સ્વ૦ પૂ.આ.શ્રી રવિચન્દ્ર સુ.મ. ના પ્રસ્તુત લખાણને ધરવામાં આવ્યું. આ તો મુશીબત ઊભી થઈ. હવે શું કરવું ? કાંઈ નહીં... એ આચાર્ય મહારાજ હવે ક્યાં જીવતા છે? જાહેર કરી દો – એમની એ ભૂલ હતી...
આજ સુધી એ ભૂલરૂપ નહોતું લાગ્યું, ને હવે એ ભૂલરૂપ લાગવા માંડ્યું!
ને આ જ પૂર્વ આચાર્યશ્રી માટે સામો પક્ષ છ મહિના પહેલાં જ આવા મતલબનું લખી ચૂક્યો હતો કે – આ પશ્નોત્તરકર્ણિકા વિભાગથી અનેક જિજ્ઞાસુઓ શાસન અને સિદ્ધાન્તને સાચી રીતે સમજીને સત્યને સ્વીકારવામાં કટિબદ્ધ બની. રહ્યા છે. તથા જિનપૂજા વગેરે અંગે તેઓશ્રીએ સવેળાનું, સચોટ અને નિર્ભયનીડર જે માર્ગદર્શન આપ્યું છે અને આપી રહ્યા છે એ દસ્તાવેજી અને શાસ્ત્રીય પુરાવાઓના સંગ્રહ સમું બની રહે એવું છે.
- ને હવે, આ આચાર્યમહારાજનું નિરૂપણ પણ અશાસ્ત્રીય લાગવા માંડ્યું? અને જો એ સત્ય લાગતું હોય તો જાહેર કરવું જોઈએ કે સ્વપ્નાદિ ઉછામણીનું દ્રવ્ય કલ્પિતદેવદ્રવ્ય છે.
(ક) એક પક્ષના ગણ્યાગાંઠ્યા આચાર્યાદિ સિવાય વર્તમાન લગભગ બધા સમુદાયોના આચાર્યાદિ-પદસ્થોએ દીર્ઘચર્ચા-વિચારણા કરીને સાધુ-મહારાજના કાળધર્મ બાદ અગ્નિસંસ્કાર વગેરેની ઉછામણી જીવદયામાં લઈ જવાય એવો ઠરાવ કર્યો. સામા પક્ષે પોતાની રીતરસમ મુજબ વિરોધ ચાલુ કર્યો. અને એમનો તો શાસ્ત્રપાઠો માગવાનો જ અધિકાર, શાસ્ત્રપાઠો આપવાની કોઈ ફરજ નહીં..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org