________________
૩૮
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ તેને શું કરશે નવકાર?” વગેરે સર્વથા શાસ્ત્રવિપરીત પ્રચારો જેઓ કરે છે તેઓને અજ્ઞાની જ માનવાના રહ્યા ને? નવકારે તો તેઓનું પણ કશું બગાડ્યું નથી, કંઈક પણ સુધાર્યું જ હશે, છતાં આવા પરમ પવિત્ર મહામંત્રના નિષ્કારણ વૈરી બનવાનું તેઓને કેમ સૂઝતું હશે? એ તો જ્ઞાની જાણે. ષત્રિંશત્ જલ્પ નામના ગ્રન્થના ૨૫ માં બોલમાં (=અધિકારમાં), આ રીતે નવકારનું નબળું બોલનારા મૂઢ જીવો શાસ્ત્રવચનોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ને પોતાનું કેવું ભયંકર અહિત કરી રહ્યા છે એ સચોટ તર્કપૂર્વક નિરૂપણ કર્યું છે. એટલે પોતાની જાતને દુર્ગતિની ઘોર ગર્તામાં ધકેલી દેનારા આવા શાસ્ત્રવિરુદ્ધ નિરૂપણોથી અટકવાની તેઓને સદબુદ્ધિ મળે એવી ભાવનાથી અચિન્ય મહિમાવંત નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ.
શંકા - પણ ભવાભિનંદી જીવોને તો નવકાર પણ કશો લાભ કરી શકતો નથી જ ને ?
સમાધાન - જેના હૈયે છે સંસાર તેને શું કરશે નવકાર આવું જેઓ કહી રહ્યા છે તે ભવાભિનંદીજીવોને કહી રહ્યા છે કે અપુનર્બન્ધક વગેરે સ્વરૂપ ધર્મશ્રવણની યોગ્ય ભૂમિકાને પામી ગયેલા જીવોને ? જો ભવાભિનંદી જીવોને કહી રહ્યા હોય તો, તેઓ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ જ કરી રહ્યા છે, કારણ કે શાસ્ત્રમાં ભવાભિનંદીજીવોને ઉપદેશ માટે અયોગ્ય ગણ્યા છે. વળી આનો અર્થ એવો પણ થાય કે આવો ઉપદેશ આપનારા ઉપદેશકો પર શ્રદ્ધા ધરાવનારા શ્રોતાઓ ભવાભિનંદી છે ને એ ઉપદેશકો એવા ભવાભિનંદી જીવોના ગુરુ છે..
જે આ વાત અમાન્ય હોય તો સ્વીકારવું જ જોઈએ કે તેઓ અપુનર્બન્ધક વગેરે જીવોને ઉપદેશ આપી રહ્યા છે. ને એવા જીવોના સંસારને તોડવાની તાકાત તો નવકારમાં છે જ. એટલે એવા જીવોને પણ જેના હૈયે છે સંસાર તેને શું કરશે નવકાર’ એવું કહી શકાય જ નહીં. માટે કોઈપણ જીવોને આ વાક્ય કહી શકાતું ન હોવાથી એ જ્ઞાનીઓને માન્ય નથી જ. અને તેથી જ વિશાળશ્રુતસાગરમાં આવું વાક્ય ક્યાંય જોવા મળતું નથી, અસ્તુ..
પ્રસ્તુતમાં આવીએ..
જુદા જુદા ગ્રન્થાધિકારોને વિચારીએ તો સ્પષ્ટ છે કે “મારા ભગવાને કહેલું આ અનુષ્ઠાન છે' એવી સદ્ભક્તિ, અનુષ્ઠાન પ્રત્યેનો અનુરાગ, ને આદરબહુમાનપૂર્વક અનુષ્ઠાનનો અભ્યાસ, સાભિવંગ અનુકાનમાંથી નિરભિવંગઅનુષ્ઠાનમાં લઈ જનારા કારણો તરીકે આ બધાં કહેવાયેલા છે એ આપણે જોઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org