________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
re
નહીં તો લોકમાં પોતાની વૃથા પ્રશંસા (ઓ હોહો ! આ શ્રાવકની કેવી પ્રભુભક્તિ છે. પોતાના ગૃહમંદિરમાં તો પ્રભુની સુંદર ભક્તિ કરે છે ને અહીં સંઘમંદિરમાં પણ આવા સુંદર દ્રવ્યોથી ભક્તિ કરે છે...' ઇત્યાદિ પ્રશંસા) વગેરે થવાથી પોતાને દોષ લાગે.
પોતાના ગૃહમંદીરમાં ચડાવેલી ચીજ દેવદ્રવ્ય તો બની જ ગઈ છે. આ જ ચીજને અન્ય પાસે ચડાવડાવવામાં કે સ્વયં યોગ્ય જાહેરાત કરીને ચડાવવામાં એનું દેવદ્રવ્યપણું કાંઈ દૂર થઈ જતું નથી. ને છતાં એ રીતની અનુજ્ઞા શાસ્ત્રકારોએ આપેલી જ છે. તો, દેવદ્રવ્યથી પૂજા કરી, માટે દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગ્યો એમ શી રીતે કહી શકાય ? એટલે આમાં દેવદ્રવ્યભક્ષણનો દોષ છે જ નહીં. છતાં ‘એ દોષ લાગે જ' એવો કદાગ્રહ પકડ્યો હોય તો આ અધિકારને રજુ કરવાની હિંમત ક્યાંથી આવે ? (જુઓ એ અધિકારનો પાઠ स्वगृहचैत्यढौकितचोक्षपूगीफलनैवेद्यादिविक्रयोत्थं पुष्पभोगादि स्वगृहचैत्ये न व्यापार्यं नापि चैत्ये स्वयमारोप्यं, किन्तु सम्यक्स्वरूपमुक्त्वाऽर्चकादेः पार्श्वात् तयोगाभावे सर्वेषां स्फुटं स्वरूपमुक्त्वा स्वयमारोपयेत् । अन्यथा मुधा जनप्रशंसादिदोषः । )
અને આ તાર્કિકંમન્યનું તર્કકૌશલ્ય કેવું છે એ આગળ તો દર્શાવી ગયો છું જ, ફરીથી અહીં જોઈ લઈએ... ઉપરોક્ત અધિકારથી, દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરવાનું અનુજ્ઞાત છે એ સ્પષ્ટ જણાય છે, ને તેથી, એ દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરવામાં દેવદ્રવ્યભક્ષણનો દોષ નથી, માત્ર યોગ્ય જાહેરાત કરવામાં ન આવે તો વૃથા પ્રશંસા વગેરેનો દોષ લાગે છે. આ ભાગ્યશાળી આ પુસ્તિકાના પૃ.૨૩ પર તર્ક કરે છે કે “જો પોતાના ગૃહમંદીરના અક્ષતાદિથી પૂજા કરવામાં ખાલી લોકો ખોટી પ્રશંસા કરે એટલો જ દોષ લાગતો હોય, દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગતો ન હોય, તો એ અક્ષતાદિને શ્રાવક ખાઈ જાય તો એમાં પણ દેવદ્રવ્યભક્ષણનો દોષ ન લાગવો જોઈએ, માત્ર ચોરીનો દોષ જ લાગવો જોઈએ..'' ભલા આદમી ! પૂજા કરવી અને ખાઈ જવું એ બે શું એક સરખી ક્રિયા છે કે જેથી એ અક્ષતાદિથી પૂજા કરવામાં દેવદ્રવ્યભક્ષણનો દોષ ન લાગતો હોવા માત્રથી એ અક્ષતાદિને ખાઈ જવામાં પણ દેવદ્રવ્યભક્ષણનો દોષ ન લાગે ? એ અક્ષતાદિ ‘દેવદ્રવ્ય’ તો છે જ, ને શ્રાવક એને ખાઈ જાય તો દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે જ.. આવી બે ને બે ચાર જેવી વાત પણ જેઓ સમજી શકતા ન હોય તેઓ પુસ્તિકા લખવાની ધૃષ્ટતા શી રીતે કરતા હશે ? ને એની અનુજ્ઞા આપનાર તેમના ગુરુઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
-