________________
૯૨
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ નિશ્રાને રાખ્યા વિના બીજાની પાસે રખાવી શકે છે... પરિગ્રહનો ત્યાગ માત્ર ભાવથી કરાય છે... વગેરે વગેરે – નિર્દમ્ભ લેખક તો મારા લેખના શબ્દો જ અક્ષરશઃ મૂકીને મારા શબ્દો પરથી આવો સાર નીકળે છે કે નહીં.. એનો નિર્ણય વાચકો કરી શકે એટલી ખેલદિલી બતાવે જ. પણ કદાગ્રહને સત્ય સાબિત કરવા મથનારાઓ પાસે નિર્દતાની અપેક્ષા ક્યાંથી રાખી શકાય ? મારા લેખમાં કોઇ દોષ બતાવવો શક્ય ન લાગવાથી, જે અમે ન કહેતા હોઈએ એવું અમારા નામે ચડાવી એમાં દોષો દેખાડવાની વૃત્તિને અનુસરવું જ પડે ને !
આ પુસ્તિકાના લખાણમાં તો ઢગલાબંધ દોષો દર્શાવી શકાય એમ છે. પણ જ્યારે સામો પક્ષ નિર્દ-પ્રામાણિક ને કદાગ્રહમુક્ત રીતે સભ્યભાષામાં વિચારણા કરવા તૈયાર જણાતો નથી ત્યારે એ પ્રયાસથી સર્યું. ને તેઓ તો આ લખાણ સામે પણ કંઈ ને કંઈ સાહિત્ય આડેધડ કુતર્કો-આરોપોની હદ વિનાનું પ્રકાશિત કર્યા કરે તો પરિણામ કાંઈ નીપજતું નથી. માટે હવે વધુ વિચારણાથી સર્યું. કોઈ જ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વિના મધ્યસ્થપણે આ આખી વિચારણાઓને પ્રશ્ન-ઉત્તરોને વાંચીને એનો યથાર્થ અર્થ પકડનાર સત્ય તત્ત્વનિર્ણય પર અવશ્ય પહોંચશે એવી મને શ્રદ્ધા છે.
Ο
સાવધાન આ પ્રશ્નોત્તરી પરથી રખે ને કોઈ એવું સમજી બેસતાં કે (૧) મોક્ષના આશયથી કરાતા ધર્મને ગૌણ બનાવાઈ રહ્યો છે અથવા આવું પણ કોઇ માની ન લેશો કે (૨) મોક્ષના આશયની કોઈ જરૂર નથી, મોક્ષના આશય વિન કરાયેલો ધર્મ જ યાવત્ મોક્ષ સુધીનો બધો અભ્યુદય સાધી આપશે' એવું અમે સ્થાપવા માગીએ છીએ. અથવા તો (૩) ‘ચાલો ! આ રીતે ધન વગેરેની ઇચ્છાથી પણ ધર્મ કરવામાં વાંધો નથી, તો આપણે જે ધર્મ કરીએ છીએ તેના ફળ તરીકે ધન વગેરે માગીએ...’ આવી પણ કોઈ કલ્પના કરશો નહીં. આવું બધું સિદ્ધ કરવા માટે આ પ્રશ્નોત્તરી નથી.
અન્યત્ર જણાવ્યું છે એમ, “ધન વગેરેની ઊભી થયેલી આવશ્યકતાની પૂર્તિ માટે કરેલો ધર્મ મહાભૂંડો છે.’ વગેરે અશાસ્ત્રીયવાતનું જે જોરશોરથી નિરૂપણ થઇ રહ્યું છે તે યોગ્ય નથી વગેરેની સિદ્ધિ માટે આ પ્રશ્નોત્તરી છે. ‘‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ'' આવા શાસ્રસિદ્ધ નિરૂપણ અંગે પણ ખોટી માન્યત વગેરેના કારણે જે પ્રશ્નો ઊઠાવાતા હોય છે એનાં શાસ્રસિદ્ધ અને તર્કશુદ્ધ નિરાકરણ માટે આ પ્રશ્નોત્તરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org