________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
બેશક, મોક્ષનો આશય, આત્મહિત માટેની એક મહત્ત્વની કડી છે જ. પ્રાથમિક આત્મહિત, મુક્તિનો આશય ન હોય તો પણ મુક્તિઅષથી થઈ શકે છે, પણ બાગળ તો મોક્ષનો આશય અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે જ છે. વળી મોક્ષનો આશય પ્રગટાવવો અને પ્રગટાવ્યા બાદ જાળવી રાખવો એ એક દુર્લભ સાધના છે. પ્રાણપુરુષોએ તો એ માટે અત્યંત પ્રયત્નશીલ બનવું જ જોઈએ. એટલે જ સાધનામાર્ગમાં આગળ ને આગળ વધી, છેવટે મોક્ષનું અંતિમ લક્ષ્ય હાંસલ કરવા માટે હું સાધકોને પુનઃ પુનઃ નમ્રસૂચન કરું છું કે તેઓએ. ‘ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ'... ધર્મ નિરાશસભાવે જ કરવો જોઈએ”. “ધર્મસાધનામાં કર્મનિર્જરા સિવાય અન્ય કોઈ પ્રયોજન ન રાખવું જોઈએ. ધર્મસાધનામાં ઘુસી ગયેલું અન્ય પ્રયોજન બધી સાધના પર પાણી ફેરવી દેશે. આ અને આવાં વાક્યો દિલમાં કોતરી લેવાં જોઈએ. . આ જ રીતે, દેવદ્રવ્ય વગેરે અંગે જે વાતો આવેલી છે એ, સ્વદ્રવ્યથી કરાતી જિનપૂજાને ગૌણ કરવા માટે નથી જ, એ નિરાગ્રહપણે વિચારનારને પ્રતીત થયા વગર રહેશે નહીં. માત્ર, દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરાય જ નહીં, દેવદ્રવ્યથી જિનપૂજા વગેરે કરવામાં દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે.” વગેરે પ્રચાર જે જોરશોરથી થયો છે તેનું નિરાકરણ કરવા, “દેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે છે' એવી શાસ્ત્રકારોએ જે અનુજ્ઞા આપેલી છે તે દેખાડવા માટે એ લખાણ જાણવું.
બાકી, શ્રાવકે સ્વદ્રવ્યથી જિનભક્તિ કરવી જ જોઈએ, એ શક્ય ન બને તો પરદ્રવ્યથી પણ જિનભક્તિ કરવી જ જોઈએ. એ પણ શક્ય ન બને તો આવશ્યકતાનુસાર, સંઘકૃત સમુચિત વ્યવસ્થાનુસારે દેવદ્રવ્યથી પણ જિનભક્તિ કરવી જ જોઈએ. પણ જિનભક્તિ તો કરવી જોઈએ તે કરવી જ જોઈએ.. જિનભક્તિ વગરના તો ન જ રહેવું. આ અમારું શાસ્ત્રાનુસારી મન્તવ્ય છે.
આ સંપૂર્ણ લખાણમાં સર્વજ્ઞવચનોને ને તેના મર્મને નજરમાં રખાયાં છે. છતાં આમાં પરમ પવિત્ર શ્રીજિનવચનથી વિપરીત કાંઈ પણ નિરૂપણ થયું હોય તો તેનું મિચ્છામિ દુક્કડમ્ દેવા પૂર્વક સંવિગ્નગીતાર્થ બહુશ્રુતોને તેનું સંશોધન કરવાની પ્રાર્થના પૂર્વક વિરમું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org