________________
S1 બી.
८२
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ શા માટે ન મળે ? એટલે ‘આ એણે જિનપૂજા કરી ન કહેવાય” એવું કહી શકાય નહીં. તથા ‘ભગવાન અપૂજ ન રહી જાય” એ પણ શ્રાવકનું જ કર્તવ્ય છે. એટલે દેવદ્રવ્યથી શ્રાવક પોતાનું કર્તવ્ય ન જ બજાવી શકે એમ પણ કહી શકાય નહીં. - હવે બીજી વાત.. આ ‘સતિ હિ દેવદ્રવ્ય....' ઇત્યાદિ જે શાસ્ત્રપાઠો છે, તે, જ્યાં અન્યથા ભગવાન અપૂજ રહેવાના હોય એવા જ સ્થળે પ્રભુપૂજાની વિધિ જળવાઈ રહે એ માટે દેવદ્રવ્યનો ઉપયોગ પ્રભુપૂજામાં કરવાની અનુજ્ઞા આપે છે, અન્યત્ર નહીં, એવું તમે જે જણાવ્યું એ પણ કયા શાસ્ત્રના આધારે ?
પૂ. - આ તો સહજ સમજી શકાય એવી વાત છે, એમાં શાસ્ત્રના આધારની જરૂર શી ? નહીંતર, અન્યત્ર પણ એ ઉપયોગ થઈ શકે છે એવું તમે શાના આધારે કહો છો ?
ઉ. - દર્શનશુદ્ધિમાં કહ્યું છે કે - તથા તેન પૂના-મોવાઢિપુ ના નિયમો જ્ઞાન-ન-રાત્રિા રથને તે અર્થ :- “તેનાથી (દેવદ્રવ્યથી શ્રાવકો પૂજામહોત્સવ વગેરે કરતા હોય તો જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણો દીપી ઊઠે છે.
આમાં મહોત્સવ વગેરે કરવાની પણ વાત છે. ભગવાન અપૂજ ન રહી જાય. એટલા માટે જ જો પૂજાવિધિની જાળવણીની છૂટ આપી હોય તો મહોત્સવ વગેરે કરવાનો તો પ્રશ્ન જ ન રહે. એટલે, દેવદ્રવ્યનો ઉપયોગ ખાલી પૂજાવિધિ જળવાઈ રહે એ માટે જ થઈ શકે એવી તમારી વાત શાસ્ત્રવિરુદ્ધ છે. તથા, આમાં, દેવદ્રવ્યથી પૂજા કરાતી હોવા છતાં જ્ઞાનાદિ ગુણો દીપી ઊઠવાનો લાભ જણાવ્યો છે. એટલે તમે પૂર્વે જે જણાવેલું કે દેવદ્રવ્યથી પૂજા કરવામાં શ્રાવકોને કશો લાભ થતો નથી. એ આ શાસ્ત્રપાઠથી પણ ખોટું ઠરે છે.
પૂ. - અરે ! આ તો તમે આંધળે બહેરું કૂટી રહ્યા છો. 'જિનવાણી પાક્ષિકના એ જ અંકમાં એ જ ૨૨૭ માં પૃષ્ઠ પરની ઊભી બીજી કોલમમાં અમે જણાવ્યું જ છે કે દર્શનશુદ્ધિ-શ્રાદ્ધદિનકૃત્ય-ઉપદેશપદ-ધર્મસંગ્રહ-શ્રાદ્ધવિધિ તથા દ્રવ્યસપ્તતિકા વગેરે દરેક ગ્રન્થોમાં “સતિ હિ દેવદ્રવ્ય....' ઇત્યાદિ જે પાઠ મળે છે તે શ્રી જિનભક્તિના ઉત્સવ-મહોત્સવ, યત્રા, સ્નાત્ર, આંગી પૂજા આદિ માટે તે તે પ્રકારના દેવદ્રવ્યના નિધિમાં શ્રાવકે સ્વશકિત અનુસાર સદા વૃદ્ધિ કરતા રહેવું જોઈએ જેથી તે તે કાર્યો સુંદર પ્રકારે સદા થતા રહે.. એવું જણાવનારા છે. અર્થાતુ પ્રભુભક્તિના આ કાર્યો સુંદર રીતે થતા રહે એ માટે અવધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org