________________
(૬
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ
હોવા માનવા પડશે, કારણ કે એમણે શાસ્ત્રોના આવા સાવ વિપરીત ને ભારે અનર્થકર અર્થ કરનારી વ્યક્તિને આવી પદવી આપી..
પોતાના કદાગ્રહને માન્ય ન કરનારા પોતાના ગુરુ (શ્રી વીરપ્રભુ) માટે “ભગવાન્ (=મારા ગુરુ) ભૂલ્યા” એવું કહેનારા નિહ્નવ જમાલિની જમાતમાં પેસી જવા જેવા આ દુઃસાહસથી અટકવાની તમને સત્બુદ્ધિ મળે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના...
એટલે, કદાચ એ પત્રને કાચા ખરડા રૂપે સ્વીકારી લઈએ, તો પણ, તમે પણ જેમને ‘મહાગીતાર્થ’ તરીકે ‘જિનવાણી’ પાક્ષિકમાં નવાજ્યા છે, એ સ્વ. પૂજ્યપાદ આ.ભગવંતશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સાહેબે એમાં જે લખાણ કરાવ્યું છે તે શાસ્રસિદ્ધ જ છે ને એમાં કશું જ શાસ્ત્રવિપરીત નથી એવું તમારે તમારા આત્મહિતને નજરમાં રાખીને પણ સ્વીકારવું જ જોઈએ. એટલે એને પત્ર કહો કે કાચો ખરડો... એના લખાણને તમારે પણ માન્ય જ કરવું આવશ્યક હોવાથી એ પત્રનો ઉપયોગ શા માટે ન થઈ શકે ?
પ્ર-૩૯] ‘ધાર્મિક વહીવટ વિચારની અશાસ્ત્રીયતા’-નામે, લેખક તરીકે પંન્યાસ શ્રી ચન્દ્રગુપ્ત વિજયજી ગણીના નામવાળી પુસ્તિકા હાથમાં આવી છે તો શું શાસ્ત્રીય સમજવું ?
ઉ-૩૯] એના ત્રીજા પૃષ્ઠ પર લેખક જણાવે છે કે મારી સાથે આ અંગે રૂબરૂમાં શાસ્ત્રીય વિચારણા કરી લેવાના સૂચનને પણ એમણે (પં.શ્રી ચન્દ્રશેખર વિ.મહારાજે) ‘‘ચન્દ્રગુપ્ત વિ.નો સ્વભાવ ઉગ્ર હોવાથી મારે એમની સાથે વાત કરવી નથી'' જેવી અંગત અને અપ્રસ્તુત વાત આગળ ધરી ફગાવી દીધું.
આવું જણાવીને એમણે જે એવો ભાવ ઊપસાવવાનો પ્રયાસ કર્યો હોય કે ‘‘પં.શ્રી ચન્દ્રશેખર વિ.મહારાજે હારી જવાના ભયથી મારી સાથે ચર્ચા-વિચારણા કરવાનું ટાળ્યું છે.” તો એ બરાબર નથી. શ્રીકૃષ્ણે નીચ યુદ્ધ કરવાનો ઈનકાર કર્યો હતો એટલા માત્રથી કાંઈ એવું ન માની લેવાય કે શ્રીકૃષ્ણે હારી જવાના ભયથી એ ઈનકાર કર્યો હતો.
વળી, આમાં તો ઉગ્રસ્વભાવ એ એક જ કારણ દર્શાવેલું છે. પણ આ પુસ્તિકા જોતાં તો અન્ય કારણો પણ ‘એમની સાથે ચર્ચા વિચારણા કરવી યોગ્ય નથી' એવું સૂચવ્યાં વિના રહેતા નથી.
શું શાસ્ત્રીય છે ને શું અશાસ્રીય છે એનો નિર્ણય કરવા માટે સૌ પ્રથમ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org