Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 94
________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પણ તમે એને અનુજ્ઞા આપશો ને ? ના નહી કહો ને ? (૪) કોઈ સજ્જન મહેમાન બનીને કોઈને ઘરે જાય, ત્યાં એ ગૃહસ્થ એને પ્રેમથી ભોજન કરાવે છે. પોતે પાંચ રૂપિયાનું ખાધું હોવા છતાં એ સજજન એ ઘરના બાળકના હાથમાં ૧૦ રૂ.ની નોટ આપીને જાય છે. પણ એટલા માત્રથી મારું જ ખાધું પીધું’ એમ એ સજ્જન ન કહે. ત્યાં એમ જ કહેવાનો વ્યવહાર છે કે “એમનું ભોજન કર્યું. એમ પ્રસ્તુતમાં, જે પૂજકો રકમ ભંડારમાં નાખી દે તેઓ માટે પણ સ્વદ્રવ્યથી પૂજા કરીએવો વ્યવહાર શી રીતે થાય ? અનેકવિધ ગરબડવાળી વાતો પીરસનાર પાક્ષિક 'જિનવાણી” એવા પવિત્ર નામને ધારણ કરી કલંકિત શા માટે કરતું હશે ? પણ, આવી ગરબડ ચલાવનાર પાક્ષિકના ભરોસા પર સ્વ. પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના એ પત્રને માત્ર કાચા ખરડારૂપ માની લઈ શકાય નહીં એ સ્પષ્ટ છે. છતાં, એકવાર એને કાચા ખરડારૂપ માની લઈએ તો પણ, સામા પક્ષને પૂછવું જોઈએ કે “શું સ્વપૂ.પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ એ કાચો ખરડો પોતાની માન્યતા મુજબનો બનાવેલો કે એનાથી સાવ વિપરીત ? અર્થાત્ એ ખરડામાં દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપી શકાય, પૂજા મહોત્સવાદિ કરી શકાય વગેરે જે જણાવેલું છે એવી જ એમની માન્યતા હતી કે એનાથી વિપરીત ? પોતાની માન્યતાથી સાવ વિપરીત ખરડો બનાવે એવું તો મનાય જ નહીં. એટલે એમની પણ આ જ માન્યતા હતી એ સ્પષ્ટ છે. હવે જો, શાસ્ત્રોમાં આ બાબતનો સખત નિષેધ હોય ને એવું કરવામાં દેવદ્રવ્યભક્ષણનો ભયંકર દોષ લાગવાનું શાસ્ત્રોમાં જણાવ્યું હોય તો, શાસોની એ વાતને તેઓશ્રી સમજી શક્યા નહતા ને સાવ વિપરીત અર્થ જ સમજી એવી માન્યતા બાંધી હતી એવું શું તમે માનો છો? એટલે કે એમનો શાસ્ત્રના તમે કહો છો એવા સ્પષ્ટ નિષેધને સમજી શકવાનો જરા સરખોય ક્ષયોપશમ ન હતો.... એટલી પણ એમની બુદ્ધિ નહોતી. એમ શું તમે કહેવા માગો છો ? વાહ ! ધન્ય તમારી ગુરુભક્તિ ! ને ગુરુપ્રત્યેની શ્રદ્ધા ! અને તમારા અભિપ્રાયે જે આટલી બુદ્ધિહીન છે એવી વ્યક્તિને ‘સિદ્ધાન્ત મહોદધિ = સિદ્ધાન્તના શાસ્ત્રોના સાગર જેવા’ બિરુદ આપનાર એમના ગુરુદેવ સકલાગમ રહસ્યવેદી સ્વ.આ.શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજાને પણ તમારે બુદ્ધિના કાચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106