________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૮૧
પૂ. - એ તો જ્યાં અન્યથા ભગવાન્ અપૂજ રહી જવાના હોય તો ભગવાન્ એ માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરી શકાય. પણ શ્રાવક
અપૂજ ન રહી જાય
પોતે એ દેવદ્રવ્યથી પૂજા ન કરી શકે...
ઉ. - દેવદ્રવ્યમાંથી જિનપૂજાની આ જે વ્યવસ્થા થઈ હોય તેનાથી પૂજા શ્રાવક ન કરે તો કોણ કરે ?
પૂ. - કેમ ? પૂજારી.. એ જિનપૂજાની વિધિ સાચવી લે...
ઉ. - એ પૂજારીને પગાર શેમાંથી આપવાનો ? જ્યાં કેસર વગેરે સામગ્રી માટે પણ અન્યદ્રવ્ય ઉપલબ્ધ ન હોવાથી દેવદ્રવ્ય વાપરવું પડે છે ત્યાં પૂજારીના પગાર માટે અન્યદ્રવ્ય ઉપલબ્ધ ન હોય એ સમજી શકાય છે...
.
પૂ. - એ પગાર પણ દેવદ્રવ્યમાંથી આપવાનો...
ઉ. - તો ‘દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપી ન જ શકાય' એવું તો ન રહ્યું ને ?
વળી, આવા સ્થળે કોઈ શ્રાવક જ એ પૂજાવિધિ સાચવી લે તો પૂજારીને પગાર આપવા જેટલું દેવદ્રવ્ય બચી શકે.. તેમજ પૂજારી જેવી વિધિ સાચવેભક્તિ કરે એના કરતાં શ્રાવક વધારે સારી કરે એ પણ ઘણું જ સંભવિત છે. તેથી શ્રાવક એ પૂજાવિધિ સાચવે તો એનો નિષેધ ન જ થઈ શકે. એટલે દેવદ્રવ્યથી પ્રાપ્ત થયેલી સામગ્રીથી શ્રાવક પૂજા ન જ કરી શકે એવું ક્યાં રહ્યું ? બાકી તો દર્શનશુદ્ધિ ગ્રન્થમાં શ્રાવકો પણ દેવદ્રવ્યથી પૂજા કરે એ વાત કરેલી જ છે.
પૂ. - પણ આ તો ભગવાન્ અપૂજ ન રહી જાય એ માટેની શ્રાવકે પૂજા કરી કહેવાય, પોતાના કર્તવ્ય રૂપ પૂજા કરી ન કહેવાય, કારણ કે આ પૂજાથી
એને કશો લાભ થતો નથી...
ઉ. - ભગવાનને તો કાંઈ પૂજા જોઈતી નથી.. ને તમે કહો છો એમ શ્રાવકને આ પૂજાથી કોઈ લાભ થતો નથી... તો પછી જેનાથી કશો લાભ થતો નથી એવી પૂજા કરવાની ને એમાં દેવદ્રવ્ય વાપરવાની જરૂર શી છે ?.
પૂ. પણ ભગવાન્ અપૂજ રહે તો આશાતનાનો દોષ લાગે ને...
ઉ. - એ કોને લાગે ? શ્રાવકને કે ભગવાનને ? ભગવાનને તો લાગતો નથી. એટલે શ્રાવકને લાગે એમ જ તમે માનો છો ને ? તો પછી ભગવાનની પૂજાથી ‘આશાતના ન લાગવાનો' લાભ શ્રાવકને ન થયો કહેવાય ? વળી, આ રીતે પ્રભુપૂજા કરવામાં પણ શ્રાવક ભક્તિભાવ અનુભવે તો એનો લાભ એને
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org