________________
૬૪
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ શકાય... આવું જણાવવાનો આચાર્યશ્રીનો આશય છે. હવે ઉપરના દષ્ટાંત સાથે આનો ઉપનય ઘટાવવા જઈએ તો એવું ફલિત થાય કે સામો જીવ એ ડોક્ટર તુલ્ય છે ને ગીતાર્થગુરુ એકાંતમાં એની પાસે, પોતાના આરોગ્ય માટે “અર્થકામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” એવી વાત કરવા રૂપે પોતે નાગા થાય છે... આવો ઉપનય બિલકુલ અનુચિત છે. એ સ્પષ્ટ છે.
વળી તેઓશ્રીનો એક ઓર તુક્કો –
xxx પાછો અવસર આવે એટલે અર્થકામની ભયાનકતા સમજાવી અર્થ-કામની લાલસા છોડાવી દે છે. ધાવતા બાળકને જેમ ધાવણ છોડાવી દે તેમ. xxx
ધાવતા બાળકને એ અવસ્થામાં ધાવણ તો લાભકર્તા ને ઉપાદેય જ હોય છે, એમ આચાર્યશ્રી શું એવું જણાવવા માગે છે કે અર્થ-કામની લાલસા લાભકર્તા ને ઉપાદેય જ હોય છે ?
સ્વ. આચાર્યશ્રી રામચન્દ્ર સુ.મ.નું પણ ઘણી પ્રસિદ્ધિ પામેલું, પણ કોઈ રીતે ઉપનય ન બેસે એવું એક નિરૂપણ આવું છે –
xxxકડવી દવા પાવા માટે હજી સાકરની લાલચ બતાવાય, પણ ઝેર પાવા માટે કંઈ સાકરથી ન લલચાવાય, સંસારના સુખની લાલચ બતાવીને એ સુખની ભયાનકતા અંગે સાવ મૌન સેવનારો સાકર બતાવીને ઝેર પીવડાવવાનો ધંધો કરે છે. આવો ધંધો કરવાની ભગવાને અમને સાફ સાફ ના પાડી છે.” xxx
આમાં કડવી દવા, સાકર અને ઝેર એમ ત્રણ વાતો દષ્ટાન્તમાં છે. આ ત્રણનો ઉપનય શું છે ? એ તો કોઈ અપૂર્વ (!) વિદ્વાન જ જણાવી શકે. પૂ.ઉપા. શ્રીયશોવિજય મહારાજ વગેરે ગ્રન્થકારોએ પ્રતિમાશતક વગેરે ગ્રન્થોમાં ગુડજિલિકા ન્યાય દ્વારા ગોળ (સાકર) તરીકે ભૌતિક સુખ ને કડવી દવા તરીકે ધર્મનો ઉપનય કરી દર્શાવ્યો છે. પણ ઝેર તરીકે ધર્મને કહ્યો નથી.
બાળકને ‘ગાથા ગોખશે તો પેંડો આપીશ” એ રીતે પ્રોત્સાહિત કરનારી એ વખતે “પેડો ભયંકર છે એવું સમજાવતા તો નથી. એટલે શું ઝેર પાવાનું કામ કરી રહ્યા છે ? અને, જો એ વખતે, પેંડો ભયાનક ચીજ છે' એવું સમજાવવામાં આવે તો તો, બાળક ગાથા ગોખવાનો હશે તે પણ છોડી જ દે કે બીજું કાંઈ ? કારણકે “ગાથા ગોખીશ તો તો આ ભયાનક ચીજ આવી પડશે” એવું જ એને પ્રતીત થવાથી એવો ભય ટાળવાના પ્રયાસ રૂપે એ ગાથા ગોખવાનું જ ન માંડી વાળે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org