________________
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ * પ્રખર શાસનપ્રભાવક પૂજ્યપાદ પં.પ્રવર શ્રીચન્દ્રશેખરવિજય ગણિવર્યો લખેલ ધાર્મિક દ્રવ્ય વહીવટ વિચાર’ પુસ્તકના પરિશિષ્ટમાં મરા બે લેખો આવ્યા છે. આની સમીક્ષા તા. ૨૬-૧૦-૯૩ ના જૈનશાસન' સાપ્તાહિકમાં જે આવેલી છે તે નીચે મુજબ છે –
xxx આ પુસ્તકમાં અભયશેખર વિ.જી પણ ઝળક્યા છે, એમને એટલું જ કહેવાનું કે તમારી વિદ્વત્તા કોણ જાણે કયા માર્ગે જઈ રહી છે? તમે જે શાસ્ત્રપાઠી રજુ કર્યા છે અને એના અર્થો કર્યા છે એ પૂ. રામચન્દ્રસૂરિ મહારાજે નહીં જોયા હોય ? એને અથ કરવાની ક્ષમતા એમનામાં નહીં હોય ? બધું જ હતું, પણ તમારા જેવી છોકરમત તેમનામાં ન હતી. વગેરે વગેરે. xxx
છે આમાં કાંઈ પણ શાસ્ત્રપાઠ રજુ કરવામાં યા એનો અર્થ કરવામાં મેં કાંઇ ગરબડ કરી હોય તો શું કરી છે ? એનું નિરૂપણ ?
શ્રી કીર્તિયશ વિ.મ.ના 'તત્વાવલોકન” માં તો આવું ઠેરઠેર જોવા મળશે. આનો પણ એક નમુનો દર્શાવી દઉં- 'તત્વાવલોકન” ના પૃ.૨૪ર પર તેમણે આ મુજબ જણાવ્યું છે xxx પોતાની ઉપર મુજબની વિચારધારાના સમર્થન માટે તેમના દ્વારા શ્રી યોગબિન્દુના કેટલાક શ્લોકોનો આધાર લેવામાં આવ્યો છે, પરંતુ પ્રામાણિકપણે વિચારતાં શ્રીયોગબિન્દુના તે શ્લોકો તેમની વિચારધારાને લેશ પણ પુષ્ટિ આપતા નથી. xxx
શ્રી કીર્તિયશ વિ.મહારાજે આ પ્રમાણે જણાવ્યું છે, પણ શ્રીયોગબિન્દુના જે શ્લોકોનો આધાર લેવાયો છે એ શ્લોકો આપીને સામી વ્યક્તિ પોતાની (અમે અમારી) વિચારધારાનું એના આધારે કઈ રીતે પ્રતિપાદન કરે છે, એમાં ક્યાં ભૂલ થાય છે કે જેથી એ વિચારધારા અપ્રામાણિક કરે, અને એ અપ્રામાણિક છે તો એ શ્લોકો પરથી તેમને પ્રામાણિક તરીકે અભિપ્રેત વિચારધારા કઈ રીતે નીકળે છે ? આ બધું તો કાંઈ જ દર્શાવ્યું નથી.
(૫) "તમારી શાસ્ત્રાધારો સહિત તર્કપૂર્વક રજુ કરાયેલી વાતો જાણવા મળે ત્યારે તમારી વાતો સત્ય સમજાય છે... પણ જ્યારે સામા પક્ષની વાતો વાંચીએસાંભળીએ ત્યારે એ વાત પણ સાચી લાગે છે.'' આવી ઘણાની મૂંઝવણને ટાળવા સત્ય હકીકતો રજુ કરાઈ રહી છે. કોઈપણ પક્ષ વારંવાર જુઠાણાઓનો આશ્રય લે તો એ અત્યંત આઘાતજનક કમનસીબ બિના છે. સામો પક્ષ જુઠાણાઓનો આશ્રય લેવામાં સંકોચ અનુભવે છે કે નહીં ? એનો નિર્ણય વાંચકો સ્વયં કરી લે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org