________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૭૩
અગ્નિસંસ્કારનું દ્રવ્ય જીવદયામાં જઈ શકે એનો શાસ્રપાઠ માગે ખરા... પણ સંમેલને ઠરાવ્યું છે, હવે જો એ નહીં જઈ શકતું હોય- એમાં શાસ્ત્રનો વિરોધ હોય તો, કેમ ન જઈ શકે એનો શાસ્ત્રપાઠ આપો તો એ આપવાની એમની કોઈ ફરજ નહીં...
એ જ રીતે ‘સ્વપ્નદ્રવ્ય કલ્પિતદેવદ્રવ્ય નથી' એવું કયા શાસ્ત્રના આધારે કહો છો ? એવું એમને પૂછો તો એમની શાસ્ત્રપાઠ આપવાની કોઈ ફરજ નહીં... બસ ! તમે શાસ્ત્રપાઠ આપો કે ક્યા પાઠના આધારે એ કલ્પિત દેવદ્રવ્ય બને ?
અગ્નિસંસ્કારની ઉછામણી જીવદયામાં લઈ જવા અંગે વિરોધ શરૂ કર્યો... ને પછી ખબર પડી કે એમના જ ચુસ્ત રાગી ટ્રસ્ટી કાર્યકર્તાઓ ધરાવનાર શ્રીપાળનગર-મુંબઈ ખાતે એમના જ આચાર્ય શ્રી રવિચન્દ્ર સૂ.મ.સા. ના અગ્નિસંસ્કાર સંબંધી કેટલીક ઉછામણીઓ જીવદયામાં લઈ ગયેલા.
હવે શું કરવું ? આ તો પોતાના જ પગ નીચે રેલો આવ્યો.. એટલે, જાણવા મળ્યા મુજબ ટ્રસ્ટીઓએ જાહેરાત કરી કે અમારી ભૂલ થઈ ગયેલી ને હવે એટલા પૈસા દેવદ્રવ્ય ખાતે ભરાવી દઈશું.
જો કે ટ્રસ્ટીઓએ તો જાહેરાત કરતી વખતે એમ જણાવેલું કે
‘“અમે પૂ.આ.શ્રી રામચન્દ્ર સૂ.મ.સા. ને જીવદયામાં લઈ જવાની આ વાત કરેલી અને તેઓએ ત્યારે જ અમને અમારી ભૂલ બતાવી એટલી રકમ દેવદ્રવ્યમાં ભરપાઈ કરવા સૂચન કરી જ દીધેલું... વગેરે'' પણ ટ્રસ્ટીઓના આવા વચન પર લોકોને વિશ્વાસ ન પડ્યો, કારણ કે,
(૧) આ જાહેરાત પગ નીચે રેલો આવ્યા બાદ લઈ ગયા ને ઘણો કાળ વીત્યા બાદ કરાઈ હતી. (૨) લોકોની દલીલ આવી હતી કે - આ ભૂલ થયા બાદ તો આ.શ્રી. રામચન્દ્ર સૂ.મ. સા. નું ચાતુર્માસ થયું. જો તેઓ આ સંઘ દેવદ્રવ્યના દેવામાં છે એવું જાણતા હોય તો એમણે ચોમાસા દરમ્યાન એ ભરપાઇ કેમ ન કરાવ્યું ? એમના જેવી સમર્થ પુણ્યશાળી વ્યક્તિ-એમના પર અત્યંત શ્રદ્ધા ધરાવનાર ને ખૂબ સ્થિતિસંપન્ન સંઘ-અને એમના ચાતુર્માસ દરમ્યાન લાખો રૂપિયાનો થયેલો ખર્ચો- આ બધું જોતાં તેઓએ જે દેવદ્રવ્યની ભરપાઈની વાત મૂકી હોય તો એ ભરપાઈ ન થઈ શકે એ બને જ નહીં. પણ ભરપાઈ થઈ નહોતી; એટલે માનવું પડે કે તેઓએ આ વાત મૂકી જ નહીં હોય. ને સ્વયં જાણવા છતાં,
Jain Education International
-
For Private & Personal Use Only
ઉક્ત રકમને જીવદયામાં
www.jainelibrary.org