________________
99
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ મુનિરાજશ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજ !
આપ સૌ શાતામાં હશો...
વિ.સુ. બાબુભાઈના નિવાસસ્થાને શ્રીસિદ્ધિતપના પારણાના પ્રસંગે થયેલ મારા પ્રવચનના કેટલાંક વિધાનો પરત્વે આપે ખુલાસો કરવા સમાધાન પૂછતો પત્ર લખ્યો હતો. ત્યારબાદ તો ચૈત્યપરિપાટી પ્રસંગે શ્રીહીરસૂરીશ્વરજી ઉપાશ્રયમાં આપણે રૂબરુમાં પણ તત્ત્વગોષ્ઠી થઈ હતી.
હવે આ બાબતમાં જણાવવાનું કે - આપે પૂછેલા પ્રશ્નોના સમાધાન મેળવવા જો આપની ઇચ્છા હોય તો આપ સાધુઓ તથા અમે અત્રે રામલીલા મેદાનના હોલમાં આપણે આવતીકાલે ભાદરવા વદ-૨ બુધવારના બપોરે ૨-૦૦ કલાકે મળીએ તેમ મને અનુકૂળ છે. તો આ બાબતમાં આપ જણાવશો.
આ પત્રોના અંશોનો વિચાર કરીએ તો જણાય છે કે, આ.ભ.ના પત્રમાં જે જણાવ્યું છે કે... ‘તમારું વ્યાખ્યાન સાંભળ્યું, તેમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયેલ. વગેરે” એનો મુનિશ્રી નયવર્ધનવિ. એ કોઈ નિષેધ નથી કર્યો, અને ઉપરથી સમાધાન આપવાની તૈયારી દર્શાવી છે. “આચાર્ય ભગવંતના પ્રવચનમાં ચોંકાવનારા વિધાન થયા ને એનું શાસ્ત્રાનુસારી નિરાકરણ કરનારું પ્રવચન મુનિશ્રીએ કર્યું.” એવું જૈનશાસન' સાપ્તાહિકમાં જે જણાવ્યું છે તે જ સાચું હોત તો મુનિશ્રીએ આચાર્યશ્રીના પત્રના ઉત્તરમાં આ પ્રમાણે કંઈક જણાવ્યું હોત કે “આપના પ્રવચનમાં વિકૃત રજુઆત થઈ એટલે મેં એનું નિરાકરણ કરવા એ વખતે શાસ્ત્રાધારો સહિત તર્કપૂર્વક રજુઆત કરેલી. ને તેથી એનાં સમાધાન આપવાની મારે કોઈ જરૂર રહેતી નથી. ઉલટું, આપશ્રીએ જે વિધાનો કર્યાં હતાં એના ખુલાસા આપવા આવશ્યક છે...' વગેરે.
વળી મુનિશ્રી નયવર્ધનવિ. એ પોતાના પત્રમાં અંતે લખ્યું છે કે “આપશ્રી કોઈ શ્રાવકને સાથે લઈ પધારશો તો પણ અમને વાંધો નથી.” આનાથી સ્પષ્ટ 'જણાય છે કે શ્રાવકોની હાજરીમાં ચર્ચા-વિચારણા કરવાની મુનિશ્રીની ઇચ્છા હતી, આવું જૈનશાસન'ના એ લેખમાં જે જણાવ્યું છે તે સત્યથી વેગળું છે. - (૬) સામાપક્ષ તરફથી અવસરે અવસરે આવેલાં નીચેના કેટલાંક નિરૂપણો પણ વિચારી લેવા જેવા છે -
(અ) સ્વ૦ પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના મધ્યસ્થબોર્ડને લખાયેલા પત્રને, એમાં સ્વમાન્યતાથી ભિન્ન વાતો લખાયેલી હોવાથી– એ તો કાચા ખરડારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org