Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 78
________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ભગવંતશ્રીને ભેગા થયા હતા ત્યારે આ ચર્ચા છેડાઈ હતી. ત્યારબાદ પણ મુનિશ્રી આ. ભગવંતશ્રીની સુખશાતા પૂછવા ઉપાશ્રયે ગયેલા ને આ. ભગવંતે આ પ્રશ્ન ઉપાડ્યો. મુનિશ્રીએ કહ્યું કે વિષય રહેવા દો. પણ કદાચ શ્રાવકોની ગેરહાજરીની આ તકને ઝડપીને જ પતાવટ કરી લેવાના મૂડમાં આચાર્ય ભગ. હશે કે શું ? તેમણે આ તક જતી કરી જ નહીં. ત્યારેય મુનિશ્રીએ સુંદર રીતે પ્રશ્નોના જવાબ આપ્યા હતા ને એકેક શાસ્ત્રનિરપેક્ષ રજુઆતનો શાસ્ત્રીય વચનો દ્વારા રદિયો અપાતો જ જતો હતો. વગેરે.. (પછી આગળ એ લેખમાં જણાવ્યું છે કે –) મુનિશ્રીનું એક વખતનું પ્રવચન અને પછીની બે વખતની ચર્ચા. આ બધામાં હાજર હતા એવા પૂ.મુ.શ્રી ચારિત્રરતિવિ.મ. તથા તે તે પ્રસંગે ઉપસ્થિત શ્રાવકભાઈઓ આજે પણ આ વાતનું ગૌરવ અનુભવે છે કે - પરમાત્મભાષિત વચનો અને પૂ. ગુરુભગવંત આ. શ્રી વિજયરામચન્દ્ર સૂ.મ. દ્વારા ઘૂંટી ઘૂંટીને સમજાવાયેલ આ પરમસત્યોનો કેવો પ્રભાવ કે સામે પ્રશ્નોની ઝડી વરસાવવામાં બાકી નહિ રાખવામાં આવી છતાં ય સત્યો પૂરા અણનમ જ રહ્યા છે. આમ તસ્વાવલોકસમીક્ષા'ના પ્રકાશકીય નિવેદનમાં એ જણાવ્યું છે કે વગર નિમિત્તે મુનિશ્રીએ મનઘડત વિધાનો કર્યા ને તેથી પૂ.આ. ભગવંતે ખુલાસા મંગાવ્યા.. જ્યારે જૈનશાસન'ના એ લેખમાં એમ જણાવ્યું છે કે પહેલાં આચાર્ય ભગવંતે શાસ્ત્ર વિપરીત વિધાનો કર્યા ને મુનિશ્રીએ એનાં નિરાકરણ કર્યા. આ બેમાં સાચું કોણ ? એ હવે વિચારીએ – પૂ.આ. ભગવંતશ્રી પ્રશાંતમૂર્તિ છે ને વગર પ્રયોજને આ ચર્ચા છેડવાનો એમને કોઈ રસ નથી, એ પ્રસિદ્ધ છે. જ્યારે શ્રીનયવર્ધનવિજ્યજી આવાં આડેધડ વિધાનો કરવા માટે એમના વર્ગમાં પણ પ્રસિદ્ધ છે. એટલે શરૂઆત એમણે જ કરી હોવાની પ્રકાશકોની વાત સત્ય હોવાની શકયતા વધુ છે. (અને એમણે જ શરૂઆત કરી હતી એ વાત એમના પત્રવ્યવહારથી સ્પષ્ટ જ છે.) બીજું, જૈનશાસનના એ લેખમાં મુનિશ્રીએ, આચાર્યશ્રીનાં વિધાનોની પોતાના પ્રવચનમાં તર્કયુકત શાસ્ત્રીયસમીક્ષા કરી હતી. આ વાત સત્ય હોવાની તો સંભાવના પણ કેવી રીતે કરી શકાય? કેટલાય ગ્રન્થો ને શાસસંદભ જોઈ લેવાનો પૂરો અવસર મળ્યો હોય ને પછી જ મુદ્રિત સાહિત્ય પ્રકાશિત થતું હોય એવા 'તત્વાવલોકન” વગેરે સાહિત્યમાં પણ સામો પક્ષ તર્કપૂર્ણ શાસ્ત્રીય સમીક્ષા કરી શકતો નથી તો અચાનક ઉપસ્થિત થયેલા પ્રવચનમાં એ શી રીતે કરી શકે ? ત્રીજું, એ લેખ આખો કાલ્પનિક રજુઆત કરનારો છે એની પ્રતીતિ એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106