________________
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ રાખેલું. વગેરે.
એટલે એ પ્રસ્તાવના પરથી ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ થાય' એવો અર્થ જ ધ્વનિત થાય છે એવી લગભગ દરેક વાંચકની જે પ્રતીતિ છે એને ખોટી તો નહીં જ કહી શકાય.
તેમ છતાં, એ વાર્તાલાપના લેખમાં શ્રી કીર્તિયશવિજય મહારાજે આ જણાવ્યું છે કે સ્વ.પૂ.આ.શ્રી મુકિતચન્દ્રસૂરિ મહારાજ, અર્થ-કામની ઈચ્છા હોય તો ધર્મ તો કરાય જ નહી” એવો જ અભિપ્રાય ધરાવતા હતા અને એવા જ અભિપ્રાયનું પ્રતિપાદન કરવા માટે એમને પ્રસ્તાવનામાં આવું નિરૂપણ કર્યું છે.
એટલે વિદ્વાનો લોકો સમક્ષ બે વિકલ્પ મૂકે છે – (૧) ક્યાં તો સ્વ.આ.શ્રી મુક્તિચન્દ્ર સૂ.મહારાજ વિદ્વાન નહીં હોય, પણ અજ્ઞાન હશે. કારણ કે “અર્થકામની ઈચ્છા હોય તો ધર્મ તો કરાય જ નહી” એવી પોતાની માન્યતા રજુ કરવા માટે કયા શબ્દો-વાક્યો લખવા જોઈએ એનું એમને જ્ઞાન નહોતું. ને તેથી એવું લખી માર્યું કે જે પોતાની માન્યતાથી સાવ વિપરીત - “અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરાય” એવું બધાને સમજાવે. (૨) (પણ સ્વ.૦ આ.શ્રી ને કયા શબ્દો – વાક્યો વાપરવા એનું પણ ભાન નહોતું – એવું માનવાની જો તૈયારી ન હોય તો માનવું જોઈએ કે) શ્રી કીર્તિયશ વિ. મહારાજ જેવા વિદ્વાને પણ ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરાય” એવો જ અર્થ જેનો કરેલો એ વાક્યોનો એવો જ અર્થ સ્વ.આચાર્યશ્રીના મનમાં હતો, ને એવું જ જણાવવા માટે તેઓશ્રીએ એ નિરૂપણ કરેલું... અને તેથી આ વાર્તાલાપની જે વાત છે તે માત્ર ઉપજાવી કાઢેલી કલ્પના સિવાય કશું નથી.
હવે આ બેમાંથી કયો વિકલ્પ સાચો છે એ તો શ્રી કીર્તિયશવિ. મહારાજ જ જણાવી શકે...
પણ, આ અ, બ, ક અને ડ વગેરે વાતો એવી છે કે કોઈ પણ વિચારકને સામાપક્ષની પ્રામાણિકતા માટે વિચાર કરતો કરી દે. તથા, વિચારકો સામા પક્ષ માટે આવું પણ કહે છે કે એમને સ્વ. પૂજ્યપાદ આ. ભગવંતશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. સ્વ. પૂજ્યપાદ આ.ભગવંતશ્રી મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
સ્વ. પૂજ્યપાદ આ.ભગવંતશ્રી રવિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના જે લખાણો પોતાની માન્યતાથી વિપરીત લાગ્યા એ અંગે ‘તેઓ ભૂલ્યા.' એવું જેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org