Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 77
________________ ૬૮ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ લોપ કરી રહ્યો છે” આવું જણાવનારા ઢગલાબંધ શાંઢપાઠો મળે છે. એના પર વિચાર કરીએ- દેવદ્રવ્યનો લોપ થાય તો પૂજા-સ્નાત્ર મહોત્સવ વગેરેનો લોપ ક્યારે થાય ? દેવદ્રવ્યમાંથી એ થતાં હોય તો જ ને? જો એ નહીં થઈ શકતા હોય તો દેવદ્રવ્યનો લોપ થવા માત્રથી પૂજા વગેરેનો લોપ કઈ રીતે થઈ જાય ? જેમ દેવદ્રવ્યમાંથી ગ્રન્થપ્રકાશન થઈ શકતું નથી, તો દેવદ્રવ્યનો લોપ કરનારો ગ્રન્થપ્રકાશનનો લોપ કરી રહ્યો છે એવું કહી શકાય ? - એટલે આ શાસ્ત્રપાઠો "દેવદ્રવ્યમાંથી પાણ પ્રભુપૂજા વગેરે થઈ શકે છે એવું સૂચન કરનારા છે ને માટે અમે એ કહીએ છીએ. નહી કે સ્વદ્રવ્યથી એ થઈ શકે છે માટે.... તા. ૨-૧૧-૯૩ ના જૈનશાસનના અંકમાં તત્ત્વાવલોકન સમીક્ષાના અસત્ય પ્રચારથી સાવધાન” એવા મથાળા સાથે એક લેખ આવેલો છે જેમાં તસ્વાવલોકનસમીક્ષાના પ્રકાશકોએ પોતાનું પ્રકાશકીય મંતવ્ય જે રજુ કર્યું છે એ અંગે કંઈક લખાણ કરવામાં આવ્યું છે. વિ.સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં મલાડમાં એક વખત તપના પારણાના પ્રસંગે તપ-સંયમનિષ્ઠ પૂ.આ. શ્રી જગન્દ્રસૂ.મ. તથા શ્રી નયવર્ધનવિજયજીને ભેગા પ્રવચન કરવાનો પ્રસંગ આવ્યો. એ વખતે પૂ.આ.શ્રીના પ્રવચનબાદ શ્રી નયવર્ધનવિજયજીએ ઘણાં ચોંકાવનારાં પ્રતિપાદનો કરેલાં – જેવાં કે - મોક્ષનો અભિલાષ ન હોય તેને દેરાસરનાં પગથિયાં ચડવાનો પણ અધિકાર નથી. વગેરે. પોતાની નિશ્રામાં આવા જિનવચનનિરપેક્ષ વિધાનો થયાં એનું આચાર્યભગવંતને ઘણું દુ:ખ થયું. એટલે તેઓએ શ્રી નયવર્ધનવિજયજી પાસે લેખિત સ્પષ્ટતા મંગાવી. લેખિત સ્પષ્ટતા તો ન થઈ. પણ રૂબરુમાં આ અંગે લગભગ બે કલાક વિચારવિનિમય થયો. અને મુનિશ્રીને એમનાં એકાન્તિક પ્રતિપાદનોમાં રહેલા દોષો શાસ્ત્રવચનો, તર્કયુક્તિઓ વગેરેથી દર્શાવવામાં આવ્યા વગેરે વાતો. એ પ્રકાશકીયનિવેદનમાં રજુ કરવામાં આવી છે. જ્યારે જૈનશાસન’ના એ અંકમાં આવેલા એ લખાણમાં (સાવ અસત્ય વાત રજુ કરી છે ને એ ચર્ચાને વિકૃત રૂપે રજુ કરવામાં આવેલી છે. તેમાં) એ જણાવ્યું છે કે – મુનિશ્રીની હાજરીમાં જ પૂ. આચાર્ય ભગવંતે મોક્ષના મહત્વને ગૌણ કરતાં અને મૌસૈકલક્ષી પ્રવચન પદ્ધતિનો ઉપહાસ કરતાં અમુક વાક્યો ઉચ્ચાર્યા. અને તેથી મુનિશ્રીએ પોતાની અપરિહાર્ય ફરજ સમજીને પોતાના પ્રવચનમાં એની તર્કક્તિ-શાસ્ત્રીય સમીક્ષા કરી હતી. પછી ચૈત્યપરિપાટીના પ્રસંગે મુનિશ્રી પૂ.આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106