________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૬૫
શંકા - ઉપરના ‘કડવી દવા...' વગેરે નિરૂપણમાં અર્થ-કામની લાલચ એ સાકરની લાલચ બતાવવા જેવી છે, ને એ માટે ‘અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવો જોઈએ' આ રીતે ધર્મ કરાવવો, એ ઝેર પાવાનું કામ છે, કારણકે એવો ધર્મ વિષાનુષ્ઠાન (વિષ) છે. આમ ઉપનય સ્પષ્ટ જ છે તો તમે કેમ ‘આનો ઉપનય કોઈ બતાવી ન શકે' એવા ભાવનું જણાવો છો...
સમાધાન - આવો ઉપનય ભાસે ખરો... પણ એ અસંગત છે. કારણ કે સાકરની લાલચ ન હોય તો પણ ઝેર તો ઝેર જ છે, ‘એ સ્વયં અમૃત હતું, પણ સાકરની લાલચ છે માટે ઝેર બની જાય છે' એવું કાંઈ છે નહીં. જ્યારે પ્રસ્તુતમાં, ‘“ધર્મ સ્વયં તો અમૃત તુલ્ય જ છે, પણ, અર્થ-કામની લાલચ (આશંસા) છે, માટે એ ઝેર બને છે'' આવું તમે માનો છો. એટલે બે સાવ વિપરીત હોવાથી ધર્મને ઝેર જેવો શી રીતે કહી શકાય ? બાકી તો ‘અર્થ-કામની...’ વગેરે વચનને અનુસરીને કોઈ શ્રદ્ધાળુ જીવ ધર્મ કરે તો એ વિષાનુષ્ઠાન બનતું નથી વગેરે વાતો આ પુસ્તકમાં અન્યત્ર ચચેલી જ છે.
(૪) તત્ત્વનિર્ણય ન થઈ શકવાના પરિબળો વિચારાઈ રહ્યા છે. એમાં ચોથું પરિબળ
અમારી શાસ્ત્રીય માન્યતાનું સમર્થન કરવા માટે અમે જે કાંઈ શાસ્ત્રપાઠો વગેરે આપેલા હોય એના પર, “આ શાસ્રપાઠો આપવામાં કંઈ ગરબડ કરી છે ? એનો અર્થ બરાબર કર્યો નથી ?, એના પર ચલાવેલા તર્ક એ તર્ક નથી પણ કુતર્ક છે ? એનો તાત્પર્યાર્થ જે બતાવ્યો છે તે પૂર્વાપર વિરુદ્ધ છે ?'' વગેરે કશું સામો પક્ષ દર્શાવતો નથી, દર્શાવી શકતો નથી... એટલે ખાલી ‘‘આવી વાત શાસ્રમાન્ય હોય શકે નહીં, આવું શાસ્ત્રકારો કહે નહીં, આવું વિપરીત અર્થઘટન ક્યારેય શાસ્રમાન્ય બની શકે નહીં... વગેરે માત્ર કહી દે છે ને એમના પર અંધશ્રદ્ધા રાખનારો વર્ગ અમારાં નિરૂપણને શાસ્રવિપરીત વગેરે માની લે છે.
,,
* મારા ‘તત્ત્વાવલોકન સમીક્ષા' પુસ્તકની સામે ઉપર કહેલી ઝેરોક્સ આ.શ્રીપ્રભાકર સૂ.મ. સાહેબે ફેલાવેલી છે. પણ એ ઝેરોક્સના લખાણમાં, એવો એક પણ નિર્દેશ સુધ્ધાં નથી કર્યો કે મેં કયો શાસ્ત્રપાઠ ખોટો આપ્યો છે, અથવા એનો અર્થ કરવામાં ગરબડ કરી છે. વગેરે.
‘‘જૈનશાસન’” સાપ્તાહિકમાં તો ‘તત્ત્વાવલોકન સમીક્ષા' પુસ્તક અંગે અનેક લેખો આવી ગયા છે, પણ એકેમાં શાસ્ત્રાધારપૂર્વક તર્કપૂર્ણ રીતે, મેં એ પુસ્તકમાં ભૂલ કરી હોય તો કઈ ભૂલ કરી છે ? વગેરે દર્શાવેલું જોવામાં આવ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org