________________ / પહેલો વિકલ્પ મળી પડવું, એમ નવા નવી ક્રિય અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ફેલાવેલી... એમાંના કેટલાંક વિધાનો - xxx કોઈ અપવાદ માર્ગે દષ્ટાંત હોય પરંતુ તેનો રાજમાર્ગો ઉપયોગ કરે તો તારાજી કરે. કોઈ લંગડો માણસ ચોથે માળથી પડ્યો હોય અને કદાચ પગ સાજો થઈ જાય તેથી દરેક લંગડાએ ચોથે માળેથી પડવું એ વ્યાજબી નથી. xx આમાં, લંગડા માણસે ચોથા માળથી પડવું એ અપવાદ છે તો ઉત્સર્ગ શું? સાજા માણસે ચોથા માળથી પડવું એ કે લંગડા માણસે દવા વગેરે કરાવવા એ ? પહેલો વિકલ્પ માની શકાય એમ નથી, બીજો જ વિકલ્પ માનવો પડશે, એ સ્પષ્ટ છે. હવે, આ વાત, ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ” આ વિધાન આપવાદિક છે એમ જણાવવા માટે કરાઈ રહી છે, એટલે, આપણે આચાર્યશ્રીને પૂછીએ કે તમે ઉત્સર્ગ શું માની રહ્યા છો ? મોક્ષના ઇચ્છુકે ધર્મ કરવો એ કે અર્થ-કામના ઇચ્છુકે અધર્મ કરવો એ ? (કારણ કે અર્થ-કામના ઇચ્છુકે ધર્મ કરવો એને તો અપવાદ માનો છો.) આમાં પહેલો વિકલ્પ માનવામાં. મોક્ષનો ઈચ્છક એટલે સાજે માણસ.. ને ધર્મ કરવો એટલે ચોથે માળથી પડવું, એમ ઉપનય ઘટાવવો પડે જે અયોગ્ય છે. કારણ કે ધર્મ કરવો એ કાંઈ ચોથે માળથી પડવા જેવી ક્રિયા નથી. બીજો વિકલ્પ પણ માની શકાય એમ નથી, કારણ કે અર્થ-કામની ઇચ્છાથી પાપ કરવું એવું વિધાન ઉત્સર્ગપદે જ્ઞાનીઓ શી રીતે કરી શકે ? ટૂંકમાં, લંગડા માણસે ચોથા માળથી પડવું એ અપવાદ છે એમ કહીને આચાર્યશ્રી અર્થ-કામના ઈચ્છકે ધર્મ કરવો એ અપવાદ છે આવું જણાવવા જે મળી રહ્યા છે, એમાં ઉપનય આવો કરવો પડે કે, લંગડો માણસ = અર્થ કામનો ઇચ્છુક ચોથા માળથી પડવું =ધર્મ કરવો. જે બિલકુલ અનુચિત છે એ સ્પષ્ટ છે. આચાર્યશ્રીનું બીજું એક આવું જ ઢંગધડા વગરનું નિરૂપણ xxx બજાર વચ્ચે નગ્ન ન કરાય, પરંતુ કોઈ ડોક્ટર પાસે શરીરના આરોગ્ય માટે શરીર બતાવવા નગ્ન થવું પડે. તેથી બજારમાં નગ્ન થઈને ફરાય તેવું કહેનારો મહાન વિપ્લવ જગાડનારો છે. તેવી રીતે અર્થ-કામ માટેની આપવાદિક વાત કહેનારા મહાન વિપ્લવ કરનારા છે. xxx અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ, આ વાત આપવાદિક છે, માટે ગીતાર્થગુરુએ જાહેરમાં ન કહેવાય, પણ એવા યોગ્ય જીવ પાસે એકાંતમાં કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org