________________
૬૦
પકડી શકાય ?
(આ) તત્ત્વાવલોકનમાં પૃ.૨૮૬ પર ‘બત્રીસીના શ્લોકનો અનુચિત અર્થ’’ એવું મથાળું બાંધી જણાવ્યું છે કે xxx ૧૩ મી બત્રીસીના ૨૧ મા શ્લોકનો એવો અર્થ કરાય છે કે - સૌભાગ્યાદિ ફળની વાંચ્છા પણ બાધ્યસ્વભાવવાળી તથા સદનુષ્ઠાનનો રાગ કરાવનારી હોય છે અને તે ફળાપેક્ષાની બાધ્યતા ઉપદેશાધીન ન હોઈને કારણરૂપે મુક્તિઅદ્વેષ સાપેક્ષ છે. xxx
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ
શ્રીકીર્તિયશવિજય મહારાજને પૂછીએ કે અમે આવો અર્થ ક્યાં કર્યો છે તે જણાવશો ? અમે આવો અર્થ ક્યાંય કર્યો જ નથી... પણ આવો અર્થ કર્યો હોવાનો આક્ષેપ કરે તો જ ‘‘સૌભાગ્યાદિ ફળની વાંચ્છા બાધ્યકક્ષાની હોય છે ને સદનુષ્ઠાનનો રાગ કરાવનારી હોય છે એમ આ લોકો કહે છે જે સર્વથા અનુચિત છે...'' વગેરે આરોપ કરી શકાય ને !
‘“બાધ્યકક્ષાની સૌભાગ્યાદિ ફળની વાંચ્છા સદનુષ્ઠાનનો રાણ કરાવનારી હોય છે,' વગેરે જ અમે અર્થ કરીએ છીએ, જેમાં કોઈ દોષ રહ્યો ન હોવાથી ‘અમે શાસ્ત્રના અર્થ કરવામાં કેવી ગરબડ કરીએ છીએ' એવી હોહા મચાવી શકાય નહીં... પણ એ મચાવવી તો છે, એટલે ખોટા અર્થને અમારા નામે ચડાવવો જ પડે ને !
(ઇ) ‘તત્ત્વાવલોકન’ ના પૃ.૧૩૪ પર શ્રીકીર્તિયશવિજય મહારાજ જણાવે છે કે -
xxx પરંતુ એટલા માથી નિયાણું કર્તવ્યરૂપે સિદ્ધ થઈ શકતું નથી. xxx આવું શા માટે લખવું પડે છે ? અમે ક્યાંય નિયાણાને ‘કર્તવ્ય’ કહ્યું છે ? “અમે નિયાણાંને કર્તવ્યરૂપે જણાવીએ છીએ'' એવી લોકોમાં છાપ ઉપસાવી, લોકોને અમારાથી વિમુખ કરવા માટે જ ને ?
વળી, એ જ પૃષ્ઠ પર, શ્રીકીર્તિયશ વિ.મહારાજ પોતે લખે છે કે XXX ‘‘ચઉપન્ન મહાપુરુષ ચરિય’” શાસ્ત્રના આધારે એમ જરૂર કહી શકાય કે -- લલિતાંગે નિયાણું કરાવ્યું અને અનામિકાએ નિયાણું કર્યું. xxx
અને પછી એ જ પૃષ્ઠ પર અનામિકાના નિયાણા અંગે આગળ લખે છે કે xxx આવી નિરાધાર અને શાસ્ત્રાધારોથી બાધિત થતી કલ્પનાઓથી કદી કોઈ વાત સિદ્ધ થઈ શકે નહીં xxx જો ચઉપન્ન મહાપુરુષચરિયું નો આધાર છે જ તો ‘નિરાધાર...’ વગેરે શા માટે લખવું પડે છે ? ‘અમે શાસ્ત્રાધાર વિના વાતો કરીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org