________________
પ૯
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ વાતો કરી રહ્યા છીએ.” - આવી અમારી કલ્પના સાચી છે કે નહીં એ માટે નીચેની વાતો વિચારવી :
(અ) અમારું નિરૂપણ આ છે કે – “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ.” છતાં, “આ લોકો તો, “અર્થ-કામ માટે જ ધર્મ કરવાનું કહે છે', “ધર્મ સંસાર માટે જ કરવાનું કહે છે, “અર્થ-કામનો ઉપદેશ આપે છે” વગેરે અનેક વિકૃત નિરૂપણો અમારા નામે રજુ કરવામાં આવે છે. (આ વાત અન્યત્ર કહી ગયો છું.)
આના કેટલાક નમુના :તસ્વાવલોકન પૃષ્ઠ - ૧૦૯ પર જણાવ્યું છે -
xxxહા, એક વાત જરૂર છે કે શ્રાવકો પોતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં દેવ, ગુરુ, ધર્મને આગળ કરે જ, પરંતુ તે સાંસારિક સુખોને જ સિદ્ધ કરવા માટે નહી.xxx.
શ્રાવક સાંસારિક સુખોને જ સિદ્ધ કરવા દેવ વગેરેને આગળ કરે” એવું “જ' કારસહિત અમે ક્યાંય પ્રતિપાદન કર્યું છે ? કે જેથી તેમણે એનો નિષેધ કરવો પડે. “શ્રાવક સાંસારિક સુખોને જ સિદ્ધ કરવા દેવ વગેરેને આગળ કરે એ વાત તો ખોટી છે જ. એટલે અમારું એવું નિરૂપણ ન હોવા છતાં, અમે એવું નિરૂપણ કરીએ છીએ એવો આભાસ ઊભો કરવાનો ને પછી નિષેધ કરવાનો. આવો માયાચાર શા માટે?
આવો જ માયાચાર તત્વાવલોકન પૃ.૨૪ પર જે જણાવ્યું છે એમાં સેવાયો છે કે નહીં? એ વિચારી લેવું. ત્યાં જણાવ્યું છે કે xxx વ્યાપારમાં ફાવટ મેળવવા, ખંધાઈથી ક્ષમા રાખનારા, કપટથી નમ્રતા દાખવનારા, કપટ કરતાં ફસામણ જણાય તો સરળતા દાખવનારા અને વધારે મેળવવા, મળેલું જતું કરનારા આત્માઓની ક્ષમા વગેરે શું વખાણવા યોગ્ય છે ? આવા સ્વાર્થપ્રેરિત ક્ષમાદિ તો કસાઈ-પારધિ વગેરેમાં પણ જોવા મળે...xxx
અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ’ આવા શાસ્ત્રવચનનું ને તદનુસાર અમારા કથનનું ખંડન કરવા માટે તત્વાવલોકન” લખાયું છે. અમે આવી ખંધાઈથી ક્ષમાં રાખવી વગેરે રૂપ ધર્મ કરવાનું કહી રહ્યા છીએ.” આવી છાપ ઉપસાવે તો અમને લોકોમાં સહજ રીતે હલ્કા ચીતરી શકાય ને ! પણ ખાંધાઈથી ક્ષમાં રાખવી વગેરેને કે કસાઈ વગેરેની ક્ષમાને કોઈ ધર્મ” માને છે કે જેથી ધર્મ કરવો જોઈએ” વગેરે વાક્યમાં રહેલા “ધર્મ' શબ્દના અર્થ તરીકે એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org