________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
- ૫૭ ભાગ પ્રત્યે આંખ મીચામણા કર્યા છે ?
(૨) “પદ્ગલિક અપેક્ષાથી પણ ધર્મ જ કરવો જોઈએ” આવું આ. શ્રી રામચન્દ્ર સુ.મ. ક્યારેય બોલ્યા નથી એવી ધારણાથી તસુભાર પણ ક્યારેય ચલિત થયા નથી...' વગેરે અહીં લખ્યું છે. એટલે જે, આ જ પુસ્તકના અન્ય ભાગમાં “આત્મોન્નતિના સોપાન ભા.૩” ના જે કેટલાક અંશો આપ્યા છે કે જેમાં, મોક્ષસુખની જેને ઇચ્છા નથી. એવો જીવને પણ પૌલિક સુખ માટે દાનપુણ્ય કર્યા કરવાની સ્પષ્ટ પ્રેરણા કરી છે, તેનું અનુસંધાન કરી લેવાનું હું નમ્ર સૂચન કરું છું કે જેથી બધો ભ્રમ ભાંગી જાય.
(૩) સર્વજ્ઞશાસ્ત્રોના મર્મજ્ઞ સ્વ. પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુ સૂ.મ. ના ઉપલબ્ધ સાહિત્યમાં, આ અંતિમ ફકરાથી વિપરીત પ્રરૂપણા પણ જોવા મળે છે ને તેથી આ અંતિમ ફકરાને માન્ય કરવામાં તેઓશ્રીએ પોતાની માન્યતાપ્રરૂપણા છોડી દેવી પડી છે... વગેરે વાત વાચકના મનમાં ઉપસાવવાનો આ એક પ્રયાસ છે એવું સ્પષ્ટ પ્રતીત થાય છે. અને તેથી જ સામાપક્ષવાળા અહીં પણ ભીંત ભૂલી રહ્યા છે.
એક : સ્વ. પૂજ્યપાદ ગુરુદેવશ્રીને તો, બન્ને આચાર્યભગવંતોની સહી સાથે પ્રગટ થયેલું એ માર્ગદર્શન પહેલાં પણ માન્ય હતું જ ને પછી પણ હતું જ. એટલે જ તેઓશ્રીના ઉપલબ્ધ વિપુલ સાહિત્યમાં એ આખા લખાણથી વિપરીત કોઈ વાત જોવા મળતી નથી.
બીજું : એ લખાણના અંતિમ ફકરામાં “આ રીતે મુકિતસુખ પમાડવાનો પવિત્ર આશય હૈયામાં રાખી ધર્મોપદેશકોએ.” ઇત્યાદિ જે જણાવ્યું છે. એના પરથી સામાપક્ષવાળા – “મોક્ષ માટે જ ધર્મ કરવો” આવો જ ઉપદેશ આપવો જોઈએ; “પદ્ગલિક સુખ માટે પણ ધર્મ જ કરવો' એવૈMઉપદેશ આપવો એ આ અંતિમ ફકરાના શબ્દોથી વિપરીત છે – એવી કલ્પના કરે છે, અને તેથી સ્વ.પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુ સૂરીશ્વરજી મ.સાહેબના ઉપલબ્ધ સાહિત્યમાં, આ અંતિમ ફકરાના શબ્દોથી વિપરીત નિરૂપણ પણ મળે છે. એવો આડકતરો નિર્દેશ કરે છે.
પણ હકીકતમાં, “પૌદ્ગલિક સુખ માટે પણ ધર્મ જ કરવો” આવું કથન કરવામાં પણ, અંતિમ ફકરાના એ શબ્દોનો કોઈ વિરોધ નથી. જુઓ એમાં શું જણાવ્યું છે? “મુક્તિસુખ પમાડવાનો પવિત્ર આશય હૈયામાં રાખીને...” ગીતાર્થગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org