Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 65
________________ ૫૬ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ જે શાસ્ત્રપાઠો સ્વમાન્યતાનું સમર્થન કરનારા લાગ્યા, તે અર્થસહિત જે આપ્યા છે, તે પણ નહોતા આપવા ને ? કારણ કે શાસ્ત્રીય વચનોનો પણ કોઈ વિપરીત પ્રચાર કરી શકે છે !) જ્યારે આ લોકો તો શાસ્ત્રાનુસારી જે લખાણ થયું એને નિશ્ચિત થયું હોવા છતાં પ્રકાશિત કરતા નથી, એટલે જરૂર એ શાસ્ત્રાનુસારી લખાણ એમની માન્યતાનું ખંડન કરનારું હશે!'' અમે તો એ લખાણને ‘દિવ્યદર્શન’ વગેરેમાં પ્રકાશિત જે કર્યું છે એના પરથી જ સુજ્ઞપુરુષો ‘આ શાસ્ત્રાનુસારી લખાણ અને અમારું પ્રતિપાદન પરસ્પર વિરુદ્ધ નહીં હોય' એવી કલ્પના કરી જ લે છે. ને સામાપક્ષવાળાએ પણ, ‘એ લખાણનો અંતિમ ફકરો સ્વપક્ષની માન્યતાનું જ઼ સમર્થન કરનાર છે' એવી કલ્પના કરીને ‘જિનવાણી’ માં પ્રકાશિત કર્યો જ છે ને! તો જો, ‘એ આખું લખાણ સ્વમાન્યતાનું સમર્થન કરનાર છે' એવી એમને પ્રતીતિ થઈ હોત તો એનું પણ તેઓ પ્રકાશન શા માટે ન કરત ? ને હવે, ‘એ લખાણનો અંતિમ ફકરો અમારી માન્યતાનું જ સમર્થન કરનાર છે' એવી કલ્પનાથી સામા પક્ષવાળાએ જિનવાણી' પાક્ષિકમાં આ પ્રમાણે જણાવ્યું છે xxx અહીં એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે -- ઉપરોક્ત નિષ્કર્ષને (૧) (ઉપરોક્ત નિષ્કર્ષ તરીકે તેઓને માત્ર અંતિમ ફકરો અભિપ્રેત છે. એ ધ્યાનમાં રહે) કેન્દ્રમાં રાખીને જ પ.પૂ. આ.ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના સમગ્ર દીર્ઘ સંયમજીવન દરમ્યાન દેશના પ્રવાહ અવિરતપણે વહાવ્યો છે, તેઓશ્રી એ મધ્યવર્તી કેન્દ્રબિન્દુથી તસુભાર. પણ ક્યારેય ચલિત થયા નથી (૨) એ વાતની પ્રતીતિ તેઓશ્રીના ઉપલબ્ધ વિપુલ સાહિત્યથી બહુ સારી રીતે થાય છે. જ્યારે બીજી તરફ પૂ. ભુવનભાનુ સૂરિ મ. ના ઉપલબ્ધ સાહિત્યથી એ પ્રમાણે ખાત્રી થાય છે કે નહિ, તે નક્કી કરવાનું અમે સુજ્ઞ વાચકો પર છોડીએ છીએ (૩). xxx ‘જિનવાણી' પાક્ષિકમાં આ જે જણાવ્યું છે એમાં મેં (૧), (૨) અને (૩) નંબર આપેલા છે, એ અંગે કંઈક (૧) ઉપરોક્ત નિષ્કર્ષ તરીકે ‘જિનવાણી’માં માત્ર અંતિમફકરો આપેલો છે. એટલે આ અંતિમ ફકરાને કેન્દ્રમાં રાખીને સ્વ. આ.શ્રી રામચન્દ્ર સૂ. મહારાજે દેશના આપી છે એવું જણાવવા દ્વારા સામાપક્ષવાળા શું એવું સૂચન કરવા માગે છે કે સ્વ.શ્રી રામચન્દ્ર સૂ.મહારાજે એ શાસ્ત્રાનુસારી આખા લખાણના બાકીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106