________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
પપ લખાણના હાર્દને વફાદાર રહેવાની નિષ્ઠા ન જણાઈ, ને એ લખાણનો દુરુપયોગ કરી શાસ્ત્રવિપરીત સ્વમાન્યતાનો પ્રચાર થવાની સંભાવના લાગી. એટલે એ લખાણ છપાવ્યું નહીં. .
સમાધાન - “હજુ તો સહી સૂકાઈ નહોતી ત્યાં જ એ લખાણનો જયપરાજયની ભાવનાથી પ્રચાર થવા લાગ્યો...' વગેરે વાત કોઈના જણાવવા માત્રથી માની શી રીતે લેવાય ? ને એમાં ય જેઓ શાસ્ત્રપાઠોમાં પણ બેધડક કાપકૂપ કરી દેતા હોય તેઓના વચન માત્રથી તો ન જ માની લેવાયા ને વસ્તુતઃ એ વખતે એ લખાણનો જય-પરાજયની દષ્ટિએ અમારા તરફથી તો પ્રચાર થયો હોવાનું
ખ્યાલમાં નથી, એ લોકોએ કર્યો હોય તો કોને ખબર ? અમારે પક્ષે તો ઉભયપક્ષની સંમતિથી શાસ્ત્રીય સત્યનો નિર્ણય થયો એ જ આનંદપ્રદ બિના હતી.
હવે, એ લખાણને જિનવાણી” માં પ્રકાશિત ન કરવા પાછળ બીજું કારણ જે જણાવવામાં આવ્યું છે એ પણ, ‘હા જી હા’ કરનારાને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ નથી ને ? એ વિચારીએ --
સામાપક્ષવાળા એમ કહે છે કે એ શાસ્ત્રાનુસારી લખાણનો દુરુપયોગ કરીને શાસ્ત્રવિપરીત વાતો ફેલાવવામાં આવતી હતી, માટે એ લખાણને પ્રકાશિત ન
હવે, મધ્યસ્થ બુદ્ધિથી દરેક સુજ્ઞજન વિચારે કે, શાસ્ત્રપાઠના નામે કોઈ વ્યક્તિ બિલકુલ શાસ્ત્રવિપરીત વાત ફેલાવતી હોય તો એ વખતે શાસ્ત્રના રાગી વિદ્વાનનું કરા ? કરવાથી એ વિપરીત વાત ફેલાતી અટકે ? પોતે એ શાસ્ત્રવચનોને પ્રકાશમાં લાવી એનો યથાર્થ અર્થ જાહેર કરે તો કે એ શાસ્ત્રવચનોને છૂપાવી દેવાનો પ્રયાસ કરે તો?
જો પોતે એ શાસ્ત્રવચનોને છૂપાવી દે, તો તો શાસ્ત્રવિપરીત પ્રચાર કરનારાને ખુલ્લું મેદાન મળી ગયું, એ વધારે જોરથી પોતાનો પ્રચાર કરી શકે. એના બદલે જો પોતે, એ શાસ્ત્રવચનોને પ્રકાશિત કરે, અને એ વચનોનો તર્ક આદિની સહાયથી યથાર્થ અર્થ સ્પષ્ટ કરે, ને શાસ્ત્રવિપરીત પ્રચાર શા માટે આ યથાર્થ અર્થથી વિપરીત છે એની સમજણ આપતા જાય, તો જ શાસ્ત્રવિપરીત પ્રચારને પડકારી શકાય.
એના બદલે આ તો, શાસ્ત્રાનુસારી વાતને જ દબાવી દેવાનો પ્રયાસ કર્યો.. એટલે દરેક સુજ્ઞને સહજ શંકા થાય જ કે “સ્વમાન્યતાનું સમર્થન કરનાર વાતને છે તો કોઈ દબાવે મહીં જ, નહીંતર તો સામા પક્ષે પણ તત્ત્વાવલોકને વગેરેમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org