________________
૫૮
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ પૌલિક સુખ માટે પણ ધર્મ જ કરવો વગેરે જે કહે છે એમાં, સામો જીવ આ રીતે પણ ધર્મ કરીને, એ ધર્મ દ્વારા પૌલિક સુખની ઇચ્છા મોળી પડતી જવાના પ્રભાવે, પરંપરાએ મુક્તિસુખ પામે એવો આશય ધરાવતા જ હોય છે. સામો જીવ પૌદ્ગલિક સુખ પામી એમાં જ રાચતો થઈ જાય એવો અભિપ્રાય ગીતાર્થગુરુનો હોય જ નહીં, આ વાત અન્યત્ર કહેવાઈ ગઈ છે. અહીં આ પવિત્ર આશય હૈયામાં રાખવાની વાત કરી છે, ને એ હૈયામાં તો હોય જ છે, હોઠો પર પણ એ પવિત્ર આશયનો નિર્દેશ હોવો જ જોઈએ, એવું જણાવાયું નથી, એટલે પૌલિક સુખ માટે પણ ધર્મ જ કરવો” વગેરે કથનમાં મુક્તિ-સુખની વાત ન હોવા માત્રથી એ કથનને આ અંતિમ ફકરાથી વિપરીત ન કહી દેવાય.
વળી, ગીતાર્થગુરુના દિલમાં આ પણ બેસેલું જ હોય છે કે, આ રીતે કરેલા ધર્મથી પણ જીવોના હૃદયમાં સંસારસુખનો રાગ કમશઃ ઘટતો આવે ને છેવટે સર્વથા નષ્ટ થઈ જાય, તેમજ મુક્તિનો રાગ પ્રગટ થતાં થતાં છેવટે ઉત્કૃષ્ટ રાગ પ્રગટે... આ માટે સ્તો તેઓ, પૌદ્ગલિક સુખ ઇચ્છતા જીવને પણ ધર્મમાંજ જોડે છે.
વળી, એ પણ સમજવા જેવું છે કે, એ અંતિમ ફકરામાં સામાં જીવને મુક્તિસુખ પમાડવાનો પવિત્ર આશય ધર્મોપદેશકને હૈયામાં રાખવા માટે જણાવ્યું છે. એટલે કદાચ, તેવી ભૂમિકાના કારણે સામા જીવના હૈયામાં હજુ મુક્તિ સુખ પામવાનો પવિત્ર આશય પેદા ન થયો હોય તોય આ અંતિમ ફકરાનો વિરોધ થતો નથી.
મૂળ વાત એ છે કે- ઉભયસંમત શાસ્ત્રાનુસારી લખાણનો પ્રારંભિક મોટો ભાગ, સામાપક્ષવાળાને, સ્વમાન્યતાથી વિપરીત ભાસવાથી, જિનવાણી’ પાક્ષિકમાં ઉડાડી દેવાનો પ્રયાસ થયો છે એવું સુજ્ઞ જીવોને પ્રતીત થયા વગર નહીં રહે.
(૨) તસ્વનિર્ણય માટેની આ ચર્ચામાં સામો પક્ષ પ્રામાણિક છે કે નહીં ? એનો નિર્ણય મધ્યસથ જીવો કરી શકે એ માટેની વિચારણામાં શાસ્ત્રપાઠ વગેરેની તેઓ કેવી રજુઆત કરે છે એના નમુના જણાવ્યા. હવે એ નિર્ણય થવામાં સહાયક બને એવી બીજી વિચારણા :- અમારાં વાસ્તવિક નિરૂપણોમાં કોઈ દોષ રહ્યો ન હોવાથી એનું ખંડન શક્ય ન રહેવાના કારણે તેઓ, અમારાં નિરૂપણોને વિકૃત કરીને લોકો સમક્ષ રજુ કરે છે ને પછી એમાં દોષોદ્ભાવન કરી, લોકો આગળ એવું જાહેર કરે છે કે “અમે આવી આવી શાસ્ત્રવિપરીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org