________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
પણ છે. “તે છતાં પણ જૈનશાસ્ત્રકારો મુગ્ધ તથા બાળકક્ષાના (બાધ્યફળાપેક્ષાવાળા) જીવોને નીચેનાં કારણસર ઐહિક સુખ માટે પણ આ જિનોક્ત ધર્મ કરવાનો નિષેધ કરતા નથી.''
આ વાત કેવી રીતે પ્રકાશિત કરી શકાય ? કારણ કે ઐહિક સુખ માટે જિનોક્ત ધર્મ કરવાનો તો નિષેધ કરવો છે. એટલે ઉડાડવી જ પડે ને !
પછી આગળનો ફકરો
“એ જીવો એ રીતે ધર્મપ્રવૃત્તિ કરવાથી પાપપ્રવૃત્તિથી હઠે છે. અને જીવનમાં શ્રીઅરિહંતને મુખ્ય કરે છે. તેમજ સાંસારિક પ્રયોજનના લૌકિક આશયવાળું પણ તે જીવોનું એ ધર્મઅનુષ્ઠાન મુક્તિઅદ્વેષજન્ય સદનુષ્ઠાનના રાગવાળું હોવાથી ક્રમશઃ સમજણ મળતાં એ જીવોતો સાંસારિક આશય બાધિત થઈ જઈ શુદ્ધ મોક્ષના આશયને પમાડનારું બને છે.''
-
૫૩
હવે, આમાં લૌકિક આશયવાળા અનુષ્ઠાનને પણ મોક્ષના આશયને પમાડનારું હોવા રૂપે લાભકર્તા જણાવ્યું છે, જ્યારે સામાપક્ષે તો આવા અનુષ્ઠાનને ભૂંડું સંસારવર્ધક કહેવું છે, એટલે આ વાત પણ તેઓને શી રીતે રુચે ?(અને નથી રુચતું ? તો ઊડાવો, ભલે ચીકણાં કર્મો બંધાતા ને સંસાર વધતો, આપણો મત તો ઊભો રહેશે ! આવો અભિગમ આત્માનું ઘોર અહિત કરનાર છે એવી સદ્ગુદ્ધિ એમને મળો.)
વળી આગળ એક ફકરામાં જણાવ્યું છે કે
‘“સમ્યગ્દષ્ટિજીવો સંસારસુખને સર્વથા હેય માનનારા હોવાથી ચિત્તની અસમાધિ દૂર કરવા પ્રસંગવશ સાંસારિક પ્રયોજનની સિદ્ધિ માટે પણ ધર્મ કરે તો તે અહિતકર બનતો નથી. કારણ કે તેનો અંતિમ આશય તો મોક્ષ પામવાનો જ છે.''
-
Jain Education International
પૂર્વે બાળ-મુગ્ધ કક્ષાના જીવોની ઐહિક સુખ માટે પણ જિનોક્ત ધર્મ કરવાની વાત આવી અને અહીં સમ્યગ્દષ્ટિ જીવો માટે આવી. વળી બન્ને માટે એ અહિતકર નથી એ પણ જણાવ્યું. તો હવે કોના માટે એ નિષિદ્ધ રહી ? ને સામાપક્ષે તો એનો નિષેધ કરવો છે. એટલે આ ફકરો પણ ઉડાડવા સિવાય બીજો કયો રસ્તો એમની પાસે રહે?
શંકા - તમે પણ આ સામા પક્ષવાળાની જેમ કંઈક ઊડાડવા માગો છો ? આની આગળનો ફકરો કેમ નથી જણાવતા ? એમાં મુક્તિપ્રત્યે દ્વેષવાળા-કદાગ્રહી
For Private & Personal Use Only
www.jainelibrary.org