________________
૩૨
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ હોય છે.'' આ બધા ઉપાયો નજર સામે આવવા પર તરત એ વિચારે છે કે, મારે બીજો વિચાર શું કરવાનો ? મારા ભગવાનની ભક્તિના પ્રભાવે જ મને મારાં બધાં ઈષ્ટની પ્રાપ્તિ થઈ જશે. પ્રભુભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે, પ્રભુ ભક્તિથી જે ઇષ્ટપ્રાપ્તિ ન થાય તો કશાથી નહીં થાય... માટે હું તો પ્રભુભક્તિ જ કરીશ. આવી સચોટ શ્રદ્ધા સાથે એ પ્રભુભક્તિ કરે છે ને પરિણામે ઇષ્ટપ્રાપ્તિ કરે છે. સમ્યક્ત્વની ૬૭ બોલની સજ્ઝાયમાં શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે‘જિનભક્તે જે નવિ થયું તે બીજાથી નિવ થાય રે;
એવું જે મુખે ભાખવું તે વચનશુદ્ધિ કહેવાય રે--''
આ જો વચનશુધ્ધિ છે તો ઉપર કહેલી વિચારધારાને અશુદ્ધિ કહી શકાય નહીં, પણ ઉપરથી મનની શુદ્ધિ - શુદ્ધભાવના જ કહેવી પડે. શ્રીપાળરાજાના રાસમાં ‘ગુણસુન્દરી' ની પ્રતિજ્ઞાનો વૃત્તાન્ત સાંભળીને શ્રીપાળકુંવર શું કરે છે તેનો આવો અધિકાર છે કે -
‘આવ્યો નિજ આવાસે કુંવર મન ચિંતવે હો લાલ, નયર રહ્યું તે દૂર તો કિમ જાણ્યું હવે હો લાલ, તો દૈત વિધાતા પાંખ તો માણસ રૂઅડાં હો લાલ, તો ફરી ફરી કૌતુક જોત જુવે તિમ સુખડાં હો લાલ. જુવે ગા સિદ્ધચક્ર મુજ એહ મનોરથ પૂરશે હો લાલ, મનો એહિ જ મુજ આધાર વિઘ્ન સવિચૂરશે હો લાલ
‘વીણાવાદનમાં જે મને જીતે એને જ પરણીશ' એવી પ્રતિજ્ઞાવાળી રાજકુમારી સંબંધી કૌતુક જોવા વગેરેના મનોરથ પૂરવા અંગે શ્રીપાળકુંવરે સિદ્ધચક્રને જ આધાર માનીને એનું ધ્યાન ધર્યું હતું. ને, ‘‘સિદ્ધચક્ર જ મારા મનોરથને પૂરશે' એ જ મારે આધાર છે. એ જ સકલ વિઘ્નોને ચૂરશે’’ આવી શ્રીપાળકુંવરની વિચારધારા શુભભાવ સ્વરૂપ જ છે. અશુભભાવ સ્વરૂપ નહીં. (માટે તો રાસકારે મહિમા ગાવા આ પ્રસંગનો પણ સમાવેશ કર્યો છે.) (તેમ છતાં જો કોઈ એમ કહે કે આ શ્રીપાળકુંવરનો અશુભભાવ જ છે તો તેને પૂછવું કે કયા શાસ્ત્રના આધારે આ ભાવને મિલન કહો છો ? કારણ કે સિરિસિરિવાલકથામાં તથા શ્રીપાળરાજાના રાસમાં તો આ અને આવા અન્ય પ્રસંગો, શ્રીપાળકુંવરના દિલમાં શ્રી સિદ્ધચક્રભગવંત પ્રત્યે કેવી અપાર શ્રદ્ધા-ભક્તિ હતી તેના સૂચક તરીકે જ વર્ણવેલા છે.) એટલે શ્રીપાળકુંવરનો આ શુભભાવ જ છે... ને એમ જેને આજીવિકા વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org