________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૩૯ અર્થ-કામની ઇચ્છા છે ? તો, ભલે ને જિનપૂજા વગેરે ભગવાને કહેલો ધર્મ હોય, એ ભૂંડો છે, સંસાર વધારનારો છે વગેરે ઉપદેશ સદ્ભક્તિ વધારનારો છે કે, “અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવો જોઈએ - એ જ હિતકર છે વગેરે ઉપદેશ સદ્ભક્તિ વધારનારો છે ? એમ ભૂંડો ભૂંડો કહીને નિષેધવાથી ધર્મ પર અનુરાગ કેળવાય કે ધર્મને જ કર્તવ્ય કહેવાથી એ કેળવાય ? તથા ભંડોભંડો કહેવાથી શ્રોતા ધર્મને વારંવાર આચરી અભ્યાસ કેળવે કે ડગલે ને પગલે ધર્મને જ આગળ કરવાનું કહેવાથી ?
શ્રીજિનોક્ત ધર્મને ભૂંડો કહેવાથી સર્ભક્તિ-અનુષ્ઠાનરાગ કે અભ્યાસ તો રંધાઈ જ જાય એ સ્પષ્ટ છે. તો શું આવું કહેનારાઓ, ભવ્યાત્માઓ નિરાશસભાવનું અનુષ્ઠાન પામી ન શકે એવું ચાલી રહ્યા છે ?
બીજી એક વાત આ પણ નોંધનીય છે કે “ભૌતિક આશંસાવાળું અનુષ્ઠાન પણ લાભકર્તા બને છે કારણ કે સદ્ભક્તિથી કરાઈ રહ્યું છે - (અથવા અનુષ્ઠાન પરના આદર-બહુમાનથી કરાઈ રહ્યું છે, વગેરે આ ગ્રન્થોમાં કહેવાયું છે, પણ કારણ કે એને કરનારો અર્થ-કામને અનર્થકર માને છે' એવું કહેવાયું નથી. બેશક, અર્થ-કામને એ અનર્થકર માનતો હોય તો ઘણી જ સારી વાત છે. પણ આશંસાવાળા અનુષ્ઠાનને નિરાશ અનુષ્ઠાન બનવા માટે એવી માન્યતા જોઈએ જ એવું કોઈ ગ્રન્થમાં કહેલું જોવા મળ્યું નથી.. ગ્રન્થોમાં તો એ માટે સર્ભક્તિ વગેરેને જ આવશ્યક તરીકે કહ્યા છે. “સર્ભક્તિથી અનુષ્ઠાન કરી રહ્યા છો, એ લાભકર્તા બનશે જ...” એમ શાસ્ત્રકારભગવંતો કહે છે. માટે ગીતાર્થ ઉપદેશકે તો સભક્તિ વગેરે કેમ વધે ? એવો જ ઉપદેશ આપવો ઉચિત છે એ બે ને બે ચાર જેવી સ્પષ્ટ વાત છે.
પ્ર-ર ભલે, સદ્ભક્તિ વગેરે વધે એવો ઉપદેશ આપવો જ ઉચિત છે એ સ્વીકારીએ છીએ. ને તેથી, ધર્મને ભૂંડો ભૂંડો વગેરે ગાળો ભાંડવી-અને એ રીતે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા-આદરને મોળા પાડતા રહેવું એ સર્વથા અયોગ્ય છે એ પણ માનીએ છીએ. છતાં એવી ભૌતિક ઇચ્છાવાળો જીવ ધર્મ કરવા તૈયાર થયો હોય કે કરી રહ્યો હોય તો એને અર્થ-કામની અનર્થકારકતા પણ સમજાવવી તો જોઈએ જ ને..? એ સમજાવવામાં ન આવે તો ઇચ્છા ખસે જ શી રીતે ?
ઉિ-૨ અર્થ-કામ અનર્થકર છે એ વાત તો કોઈ પણ યોગ્ય જીવને સમજાવવી જ જોઈએ. એમાં બેમત નથી. પણ બધી જ વખતે સામા જીવની એ સમજવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org