Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 46
________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૩૭ કમશઃ દૂર કરી દેવી એવું અચિન્ય માહાભ્ય શ્રી તીર્થંકર પરમાત્માનું છે, છે, ને છે જ. (આ વાત જ, ‘ભૌતિક ઇચ્છાવાળાને દહેરાસરનાં પગથિયાં ચડવાનો અધિકાર નથી', વગેરે જે નિરૂપણ થાય છે તે કેટલું અજ્ઞાનભરેલું છે તે સ્પષ્ટ કરી આપે છે.) આ બધા અધિકારોનો વિચાર કરીએ તો જણાય છે કે આશંસાવાળું પણ અનુષ્ઠાન કયા કારણે લાભકર્તા બને છે અને નિરાશસ અનુષ્ઠાન સુધી પહોંચાડે છે એનું આમાં માર્ગદર્શન છે. એમાં (૧) પચ્ચકખાણ અષ્ટકના અધિકારમાં મારા ભગવાને કહેલું આ અનુષ્ઠાન છે' એવી સદ્ભક્તિને, (૨) તદ્ધતુ અનુષ્ઠાનમાં સનુષ્ઠાનનો રાગ પેદા થવાને (૩) તપપંચાશકમાં આશંસાવાળા પણ અનુષ્ઠાનના અભ્યાસને તથા એ અનુષ્ઠાન પ્રત્યેના આદર-બહુમાનને, આશંસાવાળું પણ અનુષ્ઠાન ક્રમશઃ નિરાશ અનુષ્ઠાન જે લાવી આપે છે તેના કારણ તરીકે જણાવેલ છે. એટલે, સાભિવંગ (આશંસાવાળું) અનુષ્ઠાન કરવાવાળા જીવને નિરભિવંગ (નિરાશસભાવવાળા) અનુષ્ઠાન સુધી પહોંચાડવાની કરુણા ધરાવતા ગીતાર્થ ગુરુની શું આ ફરજ નથી થઈ પડતી કે એ જીવના દિલમાં ભક્તિ વિકસાવવી, અનુષ્ઠાન પ્રત્યેનો રાગ વધારવો ને એ પુનઃ પુનઃ બહુમાનપૂર્વક અનુષ્ઠાન કરવાનો અભ્યાસ પાડે એમ કરવું . જો આ થાય, તો આ સર્ભક્તિ વગેરે જ એના અભિવંગને મોળો પાડવાનું • દૂર કરવાનું કામ કરી નિરભિવંગ અનુષ્ઠાન પમાડી દેશે. આ જ કારણ છે કે પૂર્વના મહાપુરુષોએ ધર્મનો - અનુષ્ઠાનોનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે. ને દરેક કાર્યમાં ધર્મને આગળ કરવાનું જણાવ્યું છે. એટલે જ જ્ઞાનીઓએ “બસ મને બવાનો સંસાર તfi ગુરૂ જેના હૈયે શ્રીનવકાર તેને શું કરશે સંસાર...' જેવા સૂત્રો દ્વારા નવકારને ખૂબ ગાયો છે. ઊઠતા-બેસતાં-ખાતા-પીતાં-આવતા-જતાં... બસ નવકાર-નવકાર ને નવકાર.. સંસાર તમને કશું કરી શકશે નહીં... ખૂબ નવકાર ગણો - નવકાર સાથે ખૂબ પ્રીત કરો- નવકારને આત્મસાત કરો... સંસારને છૂટ્યા વિના આરો નથી.. સંસાર ગમે એટલો ભયંકર ને જોરાવર હોય.... નવકાર એના કરતાં પણ વધારે સામર્થ્ય ધરાવે છે ને સંસારને નિર્બળ બનાવી દે છે. આ નવકારનો મહિમા જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં ઠેર ઠેર ગાયો છે. હવે આની સામે, “નવકાર, સંસાર સામે અસમર્થ છે, નિર્બળ છે, સંસારને તોડવાની કોઈ તાકાત ધરાવતો નથી”, આવું સૂચવનારો જેના હૈયે છે સંસાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106