________________
૪૬
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કે એ કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી, “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ' આવું સાંભળવા વાંચવા મળવાથી જ, આ બધું ઉસૂત્ર પ્રરૂપણ છે,” વગેરે વિચારી એને ફગાવી દે છે, પણ વિચાર કરવા તૈયાર નથી હોતો કે શાસ્ત્રપંક્તિઓ આપેલી છે, એના પર વિચારણાઓ કરેલી છે, કદાચ એમાં ઉસૂત્ર હોય તો શું શાસ્ત્રવિપરીત છે એ મારી મધ્યસ્થ બુદ્ધિથી વિચારું... આવી કોઈ તૈયારી જ હોતી નથી, બસ એક જ વાત, અમારી માન્યતાથી જુદું લખ્યું છે ને તો એ શાસ્ત્રવિપરીત જ હોય. એ વાંચવા-વિચારવા-સમજવાનો પ્રયાસ પણ અમારા સમ્યકત્વને મલિન કરનારો છે. આવા લખાણનો તો વિરોધ જ કરવાનો. કેટલાકની તો એવી દયાજનક હાલત હોય છે કે આવી કોઈપણ વાત નીકળે એટલે જોરજોરથી એનો વિરોધ કરવા બેસી જાય. “તમે બધું શાસ્ત્રવિપરીત કહો છો, આ શાસ્ત્રવચનોનું તાત્પર્ય તમે સમજતા નથી. એનું તાત્પર્ય તો આવું છે.” વગેરે વગેરે વાતો એવી કરે કે જાણે તેઓ જ બધું સમજતા હોય.. ને પછી, શાંતિથી અમે શું કહી રહ્યા છીએ એ સમજાવવા માંડીએ. એટલે ક્યાં તો, “મહારાજ સાહેબ ! આ બધી વાત બહુ સૂક્ષ્મ છે, અમે કાંઈ એટલી શાસ્ત્રની વાતો જાણતા નથી.” વગેરે કહીને સમજણને ટાળવાનો પ્રયાસ કરે (પણ બિચારા એ વિચારવા તૈયાર નથી હોતા કે જો આપણે શાસ્ત્રની વાતો જાણતા નથી, તો પોતે જ જાણકાર ન હોય તેમ જોરજોરથી વિરોધ કરવા કેમ બેસી જઈએ છીએ ?) ને કયાં તો હો હા કરીને-કંઈક આડેધડ કુતર્ક ફેંકીને ઝનુન ફેલાવીને ઊભા થઈ જાય..
વળી કોઈક તો, જે પ્રશ્ન પૂછયો હોય ને એનો સંતોષકારક જવાબ આપીએ જેના પર એને પણ કોઈ પ્રશ્ન ન રહે, છતાં વારંવાર એ જ પ્રશ્ન કે એ જ વાત દોહરાવ્યા કરી વિલંબ કર્યા કરે. પછી કડક થઈને અટકાવીએ એટલે “મહારાજ ગુસ્સે થઈ જાય છે” એમ કરીને ઊભા થઈ જાય. ને પછી બહાર પણ એ જ વાત ફેલાવે. બીજું કશું ન કહે.. આવા બધાની ભાવકરુણા ચિંતવીએ ને એમને પણ બુદ્ધિ-માધ્યચ્ય પ્રાપ્ત થાય એવું પરમાત્માને પ્રાથીએ. - હવે, જ્યારે સામા પક્ષની વાતો સાંભળીએ છીએ ત્યારે એમની વાતો સાચી લાગે છે” આવું તમે જે કહ્યું એનો વિચાર કરીએ, આનાથી એક તો એ સૂચિત થાય છે કે અમે કોઈ-કદાગ્રહી વર્ગ તૈયાર કર્યો નથી, ને એમાં પણ કારણ એ છે કે, આપણા આશ્રિત કે શ્રદ્ધાળુ વર્ગના ભવિષ્યની ઐસી તૈસી.... એ આપણો જ અનુરાગી રહેવો જોઈએ, આપણા પક્ષમાંથી જરાય ચસકવો ન જોઈએ, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org