Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 59
________________ ૫૦ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ એ પાઠ નથી xxx ધર્મપરીક્ષા' ના એ પાઠમાં તો સ્પષ્ટ ‘સર્વત્ર' શબ્દ વાપરેલો છે ને છતાં તેઓ આવું લખે છે એટલે વિદ્વાનોને જો એમ લાગે કે એ શબ્દને આ લેખકે ઉડાડી દીધા છે તો એમાં વિદ્વાનોનો શો દોષ ? જુઓ ધર્મપરીક્ષાનો એ પાઠ આવો છે – વ દિ સર્વત્ર વિશે પ્રવર્તત્વમસ્યુપત્તિ રવિઃ '' “આ જ સર્વત્ર વિધિપ્રત્યયોનું પ્રવર્તકત્વ છે એમ શાસ્ત્રના જાણકારો માને છે.” ' જ હવે, પોતાના વર્ગમાં, ન્યાય અને તર્કમાં ખૂબ નિપુણ’ એવી છાપ ધરાવનારા આ લેખકની તર્કનિપુણતાને પણ ચકાસી લઈએ. આ કહેવાતા તર્કનિપુણ લેખક જણાવે છે કે “વિધિપ્રત્યય સર્વત્ર પ્રવર્તક હોય એવું નથી.' વળી અપવાદ પદે એ પ્રવર્તક હોય છે એવું તો ઉપાધ્યાયજી મહારાજે સ્વયં જણાવ્યું જ છે જે એ લેખકને પણ માન્ય છે. એટલે એ લેખકના મતે એવું સિદ્ધ થશે કે અપવાદપદે જે વિધાનો હોય તેમાં વપરાયેલાં વિધિપ્રત્યયો પ્રવર્તક હોય છે જ્યારે ઉત્સર્ગપદે જે જે વિધાનો હોય તેમાં વપરાયેલા વિધિપ્રત્યયો પ્રવર્તક હોતા નથી. હવે, આપણે આ લેખકને પ્રશ્ન પૂછીએ કે “અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મમાં જ ઉધમ કરવો જોઈએ' આવા બધાં વિધિપ્રત્યયવાળાં જે વચનો મળે છે તે વચનોને તેઓ ઉત્સર્ગપદે કહેવાયેલાં માને છે કે અપવાદપદે કહેવાયેલાં? - જો ઉત્સર્ગપદે કહેવાયેલાં માનતા હોય તો તો તેઓએ આવા વચનોનો જોરશોરથી પ્રચાર કરવો જ જોઈએ, ઉત્સર્ગ કહેવાયેલી આ વાતને જાહેરમાં કહેવામાં ડર શું ? ને જો તેઓ એમ માનતા હોય કે આ વાક્યો અપવાદપદે કહેવાયેલાં છે, તો તો એમાં રહેલ વિધિપ્રત્યય પ્રવર્તક છે જ, માત્ર મહિમાદર્શક-જ્ઞાપક નથી જ, એ એમણે રવીકારવું જ પડશે, ને તો પછી આવાં વચનો સાંભળીને શ્રોતા એ રીતે ભૌતિક ઇચ્છાથી ધર્મમાં પ્રવૃત્ત થશે જ. બાકી તો “મોક્ષની ઇચ્છાથી ધર્મ કરવો જોઈએ” આ વાક્ય તો ઉત્સર્ગપદે કહેવાયેલું છે. એ નિર્વિવાદ છે જ. ને એમાં રહેલો વિધિપ્રત્યય પ્રવર્તક પણ છે જ, માત્ર જ્ઞાપક નથી જ, એમ એ લેખકે પણ સ્વીકારવું જ રહ્યું, કારણ કે મોક્ષેચ્છાથી ધર્મમાં પ્રવૃત્ત થવાનું તો તેઓ કહે જ છે. એટલે ઉત્સર્ગપદે પણ વિધિપ્રત્યય પ્રવર્તક બને જ છે. તેથી ઉત્સર્ગપદે તથા અપવાદપદે - બન્ને સ્થળે - એટલે કે સર્વત્ર વિધિ પ્રત્યય પ્રવર્તક બને જ છે એ એમણે અનિચ્છાએ પણ સ્વીકારવું જ પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106