________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૪૯
છે...'' ઇત્યાદિ વસ્તુને માનનારાઓની (પૂર્વપક્ષની) માન્યતાનું નિરાકરણ કરવા માટે ‘વિધેઃ પ્રવર્તકત્વાદેવ,.. ' ઇત્યાદિ પાઠ ધર્મપરીક્ષામાં છે. સર્વત્ર વિધિવાક્યોની પ્રવર્તકતાને સિદ્ધ કરવા માટે એ પાઠ નથી -- આ વાત, એ જ ગ્રન્થમાં વર્ણવેલા પ્રવર્તકત્વના સ્વરૂપનું અનુસંધાન કરવાથી સારી રીતે સમજી શકાય છે. xxx
શ્રીજિનશાસનની મૌલૈકલક્ષિતા પુસ્તકમાં લખેલી આ વાત પર વિચાર કરતાં પહેલાં ધર્મપરીક્ષાનો એ અધિકાર સમજી લઈએ. ‘ધર્મપરીક્ષા’ના ગ્રન્થકાર છે મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજ. બીજા એક વિદ્વાન કે જેઓ પૂર્વપક્ષ કરી રહ્યા છે. તેઓની માન્યતા એવી છે કે ‘તપઃ કર્તવ્યમ્' વગેરે ઉત્સર્ગપદે થયેલાં વિધાનોમાં રહેલ વિધિપ્રત્યય (=‘કરવો જોઈએ’ એવા અર્થને જણાવનાર પ્રત્યય) પ્રેરક = પ્રવર્તક =પ્રવૃત્તિ કરાવનાર છે. પણ, ‘વિશેષ કારણ પ્રસંગે સંયમ રક્ષા વગેર માટે નદી ઉતરવી જોઈએ' વગેરે અપવાદપદે થયેલાં વિધાનોમાં રહેલ વિધિપ્રત્યય પ્રવર્તક હોતો નથી, પણ માત્ર કલ્પ્યતાનો (આ નદી ઉતરવી એ મને કલ્પે છે એવો) બોધ કરાવે છે. એટલે કે એ માત્ર જ્ઞાપક હોય છે.
ગ્રન્થકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે પૂર્વપક્ષની આ માન્યતાનું નિરાકરણ કરવા જણાવ્યું છે કે કલ્પ્યતાબોધક ઉપદેશ જ ઇષ્ટસાધનતા જ્ઞાન (‘આ મારા ઇષ્ટનું સાધન = ઉપાય છે’ એવું જ્ઞાન) કરાવનાર હોવાથી પ્રવર્તક છે. આવું ઇષ્ટસાધનતાનું જ્ઞાન કરાવવું એ જ સર્વત્ર વિધિપ્રત્યયનું પ્રવર્તકત્વ છે એમ શાસ્ત્રજ્ઞો કહે છે.
આ અધિકાર પરથી સ્પષ્ટ છે કે અપવાદપદે કરેલાં વિધાનોમાં રહેલ વિધિપ્રત્યય પ્રવર્તક છે જ એ ઉપાધ્યાયજી મહારાજે જણાવ્યું છે. વળી ઉત્સર્ગપદે કરેલાં વિધાનોમાં રહેલ વિધિપ્રત્યય પ્રવર્તક હોય છે એની તો પૂર્વપક્ષીને પણ શંકા નથી જ. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે વિધિપ્રત્યયનું સર્વત્ર પ્રવર્તકત્વ હોવું કહ્યું છે.
‘“અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ' આવાં વચનોમાં જે વિધિપ્રત્યય વપરાયો હોય છે તે અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવાની પ્રેરણા કરે છે એ સ્પષ્ટ છે. પણ એમાં માન્યતા ઘવાય છે. ‘‘પોતાની માન્યતા ઘવાતી તો ભલે ઘવાતી.. પણ, પોતાના પર શ્રદ્ધા ધરાવનાર વર્ગની ઠગાઈ થાય એવી રજુઆત તો ન જ કરાય.. આવો અભિગમ પાપભીરુ લેખક જ જાળવી શકે. ‘શ્રીજિનશાસનની મોક્ષૈકલક્ષિતા’ પુસ્તિકાના લેખકે કરેલી રજુઆત જોઈ લઈએ તેઓ લખે છે કે xxx સર્વત્ર વિધિવાક્યોની પ્રવર્તકતાને સિદ્ધ કરવા માટે
,,
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org