________________
૪૮
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ
(બ) આ જ પુસ્તિકામાં અનેક ગ્રન્થોના સવિવરણ પાઠો આપેલા છે. પણ શ્રીહરિભદ્રસૂરિમહારાજના શ્રીપંચાશકજીનો ‘ગુરુપૂયાકરણઈ... (૭-૫) શ્લોક આપી એનો ‘ગુરુપૂજા કરવાની રુચિવાળો...' વગેરે અર્થ આપ્યો છે, પણ એની વૃત્તિનો પાઠ કે એનો અનુવાદ આપ્યો નથી. એની વૃત્તિ આ પ્રમાણે છે (-તથા જીવઃ पूज्या लौकिका लोकोत्तराश्र, लौकिकाः पित्रादयो वयोवृद्धाश्च लोकोत्तरास्तु धर्माचार्यादयस्तेषां पूजाकरणे = यथोचितविनयाद्यर्चाविधौ रतिः = आसक्तिर्यस्य સ તયંતિ !) અર્થ : તથા ગુરુઓ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે જાણવા. પિતા વગેરે તથા વયોવૃદ્ધ વ્યક્તિઓ લૌકિક ગુરુ છે, ને ધર્માચાર્ય વગેરે લોકોત્તર ગુરુ છે. તેમની યથાયોગ્ય વિનય વગેરે સ્વરૂપ પૂજાવિધિમાં રતિવાળો હોય... હવે, આ પાઠ પરથી પણ પૈસા વગેરેથી ગુરુપૂજન કરવાની વાત ગ્રન્થકારને અભિપ્રેત હોવાની સિદ્ધિ તો થતી નથી જ. એટલે ગ્રન્થકારના અભિપ્રાયને સ્પષ્ટ કરનાર વૃત્તિપાઠ આપ્યો જ નહીં, ને ખાલી મૂળ ગ્રન્થના ‘ગુરુપૂયાકરણઈ’ એટલા પાઠ પરથી એવો આભાસ ઊભો કરવાનો પ્રયાસ થયો કે પંચાશકજીમાં પણ ગુરુપૂજન કહ્યું છે.
(ક) ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ' આવી ‘જ’કાર સહિતની સ્વમાન્યતાને પુષ્ટ કરવા દ્રવ્યસમતિકા વગેરેનો જે પાઠ રજુ કરવામાં આવે છે તે પણ ‘àવષ્ણુદ્દે લેવપૂનાપિ સ્વદ્રત્યેૌવ યાશક્તિ હ્રાf’ એવો અધુરો આપવામાં આવે છે. - ‘દેવદ્રવ્યથી પૂજા કરનારને દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે' એવી પોતાની માન્યતાનો, આ પાઠની આગળ-પાછળના વાક્યાંશથી - અધિકારથી વિરોધ થઈ જશે આવો કોઈ ભય શું આગળ-પાછળના અધિકારની રજુઆતમાં નડતર બનતો હશે ?
-
(ડ) પંન્યાસશ્રી ચન્દ્રગુપ્ત વિ. મહારાજના નામે ‘શ્રી જિનશાસનની મોક્ષૈકલક્ષિતા નામની પ્રકાશિત થયેલી પુસ્તિકામાં પૃષ્ઠાંક ૭૫ પર નીચે મુજબ જણાવ્યું છે
xxx વિધિવાક્યોની સર્વત્ર પ્રવર્તકતાને સિદ્ધ કરવા માટે જે ‘ધર્મપરીક્ષા’નો પાઠ અપાય છે તે પાઠ વસ્તુતઃ પૂર્વાપરના અનુસંધાનથી શૂન્ય છે.' અપવાદ પદે નદી ઉતરવા વગેરેની પ્રવૃત્તિ સ્થળે પણ જો વિધિવાક્યોને પ્રવર્તક માની લઈએ તો તે તે પ્રવૃત્તિપ્રસંગે થતી હિંસાદિની અનુમોદનાનો પ્રસંગ આવશે. તેથી આવા સ્થળે વિધિવાક્યો પ્રવર્તક મનાતા નથી, પણ જ્ઞાપક જ મનાય છે. તાદશ વિધિવાક્યાર્થના જ્ઞાનથી તેના જ્ઞાતાઓ તે તે ક્રિયાઓમાં પોતે જ પ્રવૃત્તિ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org