________________
૪૫
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ રહી જાય છે. તેથી એવી ચીજ માગવાની અહીં વાત નથી એ જાણવું. એટલે, શ્રાવક આત્મહિત માટે જે અનેકવિધ આરાધનાઓ કરતો હોય છે એમાંનું એક પ્રભુની દ્રવ્ય-ભાવ ભકિત કરવાના અંતે આવતા આ જયવીયરાય સૂત્રના ‘ઇફલસિદ્ધિ પદથી કરોડ રૂપિયા વગેરે જેવી ચીજની માગણી કરે તો એ માગણી દ્વારા એનું સંસારભ્રમણ થાય એમ સમજવું યોગ્ય લાગે છે.
પ્ર-૩૫ દેરાસરમાં 'નિસિહી' કહીને પ્રવેશ કરતી વખતે જે શ્રાવક સંસારસંબંધી બધી વાતોનો નિષેધ કરે છે. ને હવે જયવીયરાયસૂત્રમાં જો સાંસારિક ચીજની પ્રાર્થના હોય તો આ નિમિહીનો ભંગ થયો ન કહેવાય ?
ઉ-૩૫ (નિસિહી' થી સંસારસંબંધી બધી વાતોનો ત્યાગ કરવામાં આવે છે આ એક સ્કૂલ વાત છે. કારણ કે ગભારામાં પેસતી વખતે પણ નિસિપી બોલવામાં આવે છે ને એનાથી તો દેરાસરસંબંધી વાતોનો ત્યાગ થાય છે. એમ ચૈત્યવંદન કરતી વખતે ત્રીજી નિસિપી જે બોલવામાં આવે છે તેનાથી દ્રવ્યપૂજા સંબંધી વાતોનો ત્યાગ કરવામાં આવે છે. ને તેમ છતાં, ક્યારેક સ્તવનમાં - દસ વીસ ત્રીસ ચાલીસ ભલી રે લાલ, પચાસ પુષ્પની માળ અતિસારી રે... તો શું આ બોલવાથી નિમિહીનો ભંગ થઈ ગયો ?
હકીકત એ છે કે, જ્યારે જે યોગ ચાલતો હોય એમાં વિક્ષેપ કરનાર વાતનો ‘નિસિહી’ શબ્દથી ત્યાગ થતો હોય છે. દસ વીસ વગેરે પંક્તિ બોલતી વખતે ભાવોલ્લાસ વધતો હોવાથી ભાવપૂજામાં વિક્ષેપ તો થતો નથી, ઉપરથી વેગ આવે છે. માટે “નિસિહી' નો ભંગ નથી. એમ, શ્રી જયવીયરાયસૂત્ર બોલતી વખતે કરાતા પ્રણિધાનમાં ભવનિર્વેદ વગેરેની પ્રાર્થના સાથે ઇષ્ટફળસિદ્ધિની પ્રાર્થના કરવાથી પણ વિક્ષેપ થતો ન હોવાથી 'નિસિહી’ નો ભંગ નથી.
બાકી તો, શ્રી ગણધર ભગવંતોએ ઇઠફલસિદ્ધિ પદ સૂત્રમાં જે મૂક્યું છે તેનો દરેક પૂર્વાચાર્યોએ આજીવિકા વગેરેની પ્રાર્થનાનો જ જ્યારે અર્થ કર્યો છે ત્યારે એ પ્રાર્થનાથી 'નિસિહી' નો ભંગ થતો ન જ હોય એ સ્પષ્ટ છે.
પ્ર-૩૬ જ્યારે તમારી આ બધી વાતો વાંચીને-સાંભળીને સમજીએ છીએ ત્યારે તમારી વાત સાચી લાગે છે કે જ્યારે સામા પક્ષની વાતો સાંભળીએ છીએ ત્યારે એમની વાતો સાચી લાગે છે. આવું કેમ ?
ઉ-૩૬ “અમારી વાતો જાણવા મળે ત્યારે સાચી લાગે છે” આટલી વાત આનંદપ્રદ છે. કેમકે એમાં તમારું માધ્ય સૂચિત થાય છે જે આત્મહિત અંગે અત્યંત આવશ્યક છે. નહીંતર, આજે કેટલાક વર્ગ એવા કદાગ્રહમાં પડ્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org