________________
૩૫
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ રૂપે એ સાર્થક છે, સર્વથા નિરર્થક નથી.)
યોગબિન્દુ અને દ્વાન્નિશદ્યાવિંશિકા ગ્રન્થમાં પાંચ અનુષ્ઠાનના નિરૂપણમાં તન્હેતુઅનુકાનનું સ્વરૂપ વિચારીએ તો જણાય છે કે,
“વિવક્ષિત અનુષ્ઠાન સૌભાગ્ય વગેરે ભૌતિક અપેક્ષાથી કરાતું હોવા છતાં, જો એ અપેક્ષા બાધ્યકક્ષાની હોય, પ્રજ્ઞાપનાધીન હોય અને મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોય તો એ અનુમાન પ્રત્યે રાગ પેદા કરે છે અને તેથી એ અનુષ્ઠાન હેતુ = અમૃત અનુષ્ઠાનનું કારણભૂત અનુષ્ઠાન બને છે.
જે અનુષ્ઠાન, અમૃત અનુષ્ઠાનને લાવી આપનારું બની રહે છે, એને એમાં ભૌતિક અપેક્ષા ભળેલી હોવા માત્રના કારણે નિરર્થક શી રીતે કહી શકાય ?
સૂરિપુરંદરથી હરિભદ્રસૂરિ મહારાજે પચાશકજી અતર્ગત તપપંચાશકમાં સૌભાગ્ય વગેરેની અપેક્ષાથી દેવતાના ઉદ્દેશથી કરાતા રોહિણી વગેરે અનુકાનને પણ ૧૩ જેમાં કષાયોનો નિરોધ છે, બ્રહ્મચર્યનું પાલન છે, જિનપૂજા છે અને અનશન = આહારત્યાગ છે એ બધું અનુષ્ઠાન “તપ” છે (અને તેથી હિતકર છે), વિશેષ કરીને મુગ્ધલોકમાં એ હિતકર બને છે” આમ જગાવવા દ્વારા હિતકર જણાવ્યું છે.
આગળ પણ એ ગ્રન્થમાં જણાવ્યું છે કે૧૪“ભલે આ (રોહિણી વગેરે) તપ તે તે ગ્રન્થમાં કહ્યા હોય, છતાં એ १२. अपि बाध्या फलापेक्षा सदनुष्ठानरागकृत् ।।
सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वेषमपेक्षते ॥२५॥ १३. जत्थ कसायनिरोहो बंभं जिणपूयणं अणसणं च ।
सो सञ्चो चेव तवो, विसेसओ मुद्धलोयम्भि ॥२६॥ १४. पढिओ तवविसेसो अण्णेहिं वि तेहिं तेहिं सत्थेहिं ।
मग्गपडिवत्तिहेऊ हंदि विणेयाणुगुण्णेणं ॥२९।। वृत्ति :- किमिति ? आह -- पठितः = अधीतस्तपोविशेषः = तपोभेदः अन्यैरपि ग्रन्थकारैः तेषु तेषु शास्त्रेषु = नानाग्रन्थेष्वित्यर्थः । नन्वयं पठितोऽपि साभिष्वंगत्वान्न मुक्तिमार्ग इत्याशंक्याह - मार्गप्रतिपत्तिहेतुः = शिवपथाश्रयकारणं, यश्च तत्प्रतिपत्तिहेतुः स मार्ग एवोपचारात् । कथमिदमिति चेद् ? उच्यते - हंदीत्युपप्रदर्शने विनेयानुगुण्येन = शिक्षणीयसत्त्वानुरूप्येण, भवन्ति हि केचित् ते विनेया ये साभिष्वंगानुष्ठानप्रवृत्ताः सन्तो निरभिष्वंगानुष्ठानं लभन्ते, इति गाथाद्वयार्थः ॥२९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org