________________
સાભિવંગ = ભૌતિક
ન સમાધાન આ મુજ
ભાત છે અને તેથી
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ સાભિવંગ = ભૌતિક ચીજની ઇચ્છાવાળા હોવાથી મોક્ષમાર્ગ સ્વરૂપ નહી બને ? આવી જો શંકા હોય તો એનું સમાધાન આ મુજબ જાણવું –
આ અનુષ્ઠાન સાભિળંગ હોવા છતાં માર્ગપ્રાપ્તિના કારણભૂત છે અને તેથી એ પણ ઉપચારથી મોક્ષમાર્ગ સ્વરૂપ જ છે (આમાં પણ કારણ દર્શાવતા ગ્રન્થકાર આગળ જણાવે છે, કેટલાક જીવો એવા હોય છે કે સાભિવંગઅનુષ્ઠાનમાં = ભૌતિક અપેક્ષાવાળા અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થતાં થતાં નિરભિવંગ અનુષ્ઠાન = નિરાશસભાવવાળું અનુષ્ઠાન કરતા થાય છે.
વળી આ પણ તેઓશ્રીએ જણાવ્યું છે કે, ભૌતિક અપેક્ષાવાળું અનુષ્ઠાન પણ અપેક્ષાપૂર્વક થતું હોવા છતાં આદરબહુમાનપૂર્વક થતું હોવાના કારણે શુભભાવ દ્વારા બોધિબીજ, ભવૈરાગ્ય વગેરેનું કારણ બને છે.
આ જ અધિકારમાં પૂર્વે એ પણ ગ્રન્થકાર જણાવી ચૂક્યા છે કે મુગ્ધજીવો સૌપ્રથમ કર્મક્ષયના ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતા નથી, પણ કોઈક સૌભાગ્ય વગેરે ભૌતિક અપેક્ષાથી પ્રવૃત્તિ કરે છે ને પછી એવું અનુષ્ઠાન કર્યા કરવાના અભ્યાસથી આગળ કર્મક્ષયના ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતા થાય છે.
આ બધા ગ્રન્થાધિકારો પરથી સ્પષ્ટ છે કે ભૌતિક આશંસાવાળું અનુષ્ઠાન પણ ક્રમશઃ એ આશંસાને તોડતું આવે છે ને એ રીતે લાભકર્તા બને જ છે. આ જ પ્રમાણે, શ્રીપાળકુંવર-શ્રીકૃષ્ણ વગેરેને જ્યારે ભૌતિક અપેક્ષા ઊભી થઈ છે ત્યારે તેઓએ નવપદજીનું ધ્યાન ધરવું વગેરે ધર્મ કર્યો છે ને સુવિહિત ગ્રન્થકારોએ એ પ્રસંગોનું એમના ગુણગાન-મહિમા માટે વર્ણન કર્યું છે. જો એ રીતે કરેલો ધર્મ નિરર્થક જ હોત તો એવા નિરર્થક અનુષ્ઠાન કરવા રૂપે ગુણગાન ન હોત.
તથા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રી અટક પ્રકરણમાં જણાવ્યું છે કે પ્રભુ જ્યારે વર્ષીદાન દેતા હોય છે ત્યારે જાતજાતની યાચના કરવાની ઇચ્છાથી યાચકો આવતા હોય છે. પણ પ્રભુનો એવો અચિન્તપ્રભાવ હોય છે કે યાચકોનાં લોભમોહનીયકર્મ વગેરે મોળાં પડી જાય છે. અને સંતોષ થઈ જવાથી કેટલાક તો યાચના જ કરતા નથી. ને કેટલાક બહુ અલ્પયાચના કરે છે. ટૂંકમાં, ભૌતિક ઇચ્છાથી પોતાની પાસે આવનાર જીવની ઇચ્છાને પણ મોળી પાડતાં પાડતાં
१५. मुग्धलोको हि तथाप्रथमतया प्रवृत्तः सन्नभ्यासात् कर्मक्षयोद्देशेनापि प्रवर्त्तते, न पुनरादित एव तदर्थं प्रवर्तितुं शक्नोति, मुग्धत्वादेवेति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org