________________
૩૪
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કરે ને પછી દુર્ગતિમાં ધકેલાઈ જાય. એટલે આવો ઉપદેશ આપનારાઓ શ્રોતાનું ભયંકર અહિત કરી રહ્યા છે-- વગેરે કહેનારાઓને કહેવું કે તમે આ બધું શાસ્ત્રકારોને - જ્ઞાની પુરુષોને કહો ને, અમને શા માટે કહો છો ? કારણ કે જ્ઞાની પુરુષોએ ઠેર ઠેર અર્થ-કામની ઈચ્છાથી પણ ધર્મ જ કરવાનું કહ્યું છે, ‘અર્થ-કામની ઇચ્છા છે ? તો ધર્મ તો કરાય જ નહીંએમ ધર્મ ન કરવાનું કશે કહ્યું નથી.
પ્ર-૨૮) અર્થ-કામની અપેક્ષાથી કરાતા ધર્મથી પુણ્યબંધના કારણે અર્થ-કામની ભલે પ્રાપ્તિ થઈ જાય, પણ આત્માની દૃષ્ટિએ તો, એ ધર્મથી કશો. લાભ થઈ શકતો નથી. કારણ કે એ ધર્મ ભૌતિક અપેક્ષાથી થઈ રહ્યો છે. એટલે આત્મિક દષ્ટિએ જે સર્વથા નિરર્થક છે એનો ઉપદેશ પણ સાધુઓ શી રીતે આપી શકે ?
ઉિ-૨૮] “ભૌતિક અપેક્ષાથી કરાતો હોવા માત્રના કારણે, એ ધર્મ આત્મિક દષ્ટિએ કશો લાભ કરાવી ન શકે” આ માન્યતા જ ભૂલભરેલી છે, આ માન્યતા શાસ્ત્રજ્ઞાનની અપૂર્ણતાને ને ધર્મના અચિત્ય માહાસ્યના અજાણપણાને સૂચવે છે. કારણ કે શાસ્ત્રમાં તો ઠેર ઠેર આવી ભૌતિક ઇચ્છાની પૂર્તિ માટે ઉપાય તરીકે કરાતા ધર્મને પણ લાભકર્તા જણાવ્યો છે.
૧૪૪ ગ્રન્થોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પ્રકરણમાં પ્રત્યાખ્યાન અષ્ટકમાં નીચે મુજબ કહ્યું છે -
પચ્ચખાણ બે પ્રકારનું કહેવાયું છે, દ્રવ્યથી અને ભાવથી. જે પચ્ચકખાણ ભૌતિક અપેક્ષા વગેરેથી કરાય છે તે દ્રવ્યપચ્ચકખાણ છે. અને એ સિવાયનું પચ્ચખાણ ભાવપચ્ચખાણ છે.
૧૧ દ્રવ્યપચ્ચકખાણ સર્વથા નિરર્થક છે ? ના,
(ભૌતિક અપેક્ષાની પૂર્તિ વગેરે માટે કરાતું હોવાથી) જે પચ્ચકખાણ દ્રવ્યપચ્ચકખાણ રૂપે ગ્રહણ થઈ રહ્યું છે કે, આ પચ્ચકખાણ મારા ભગવાને કહ્યું છે' એવી સદ્ભક્તિના યોગે તેનું દ્રવ્યપણું દૂર થઈ રહ્યું હોવાના કારણે, ભાવ પચ્ચકખાણનું કારણ બને છે. (આમ ભાવપચ્ચખાણનું કારણ બનતું હોવા १०. द्रव्यतो भावतश्चैव प्रत्याख्यानं द्विधा मतम् ।
अपेक्षादिकृतमाद्यमतोऽन्यच्चरमं मतम् ॥१॥ ૨૨. પ્રત્યાયાન મિનર્થમે ? ન, રૂત્યા --
जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद् भावप्रत्याख्यानस्य कारणम् ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org