Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 51
________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ છે એવું સ્વ.આ.શ્રી રામચન્દ્ર સુ.મ. ખુદ કહી ગયા છે. જો પાપાનુબંધી પુણ્ય જ બંધાતું હોય તો આ બધું શી રીતે સંભવે ? પ્રિ-૩૨ ધન વગેરે સાંસારિક ચીજ માટે શું કરવું ?’ આવો પ્રશ્ન કોઈ પૂછવા આવે ત્યારે સંસારત્યાગી સાધુભગવંતોએ જેવાબે જ ન આપવો એ યોગ્ય ન કહેવાય? ઉ-૩૨ જુઓ, પૂર્વે જણાવી ગયો તેમ આપણે દરેક પ્રશ્નોના જવાબ શાસ્ત્રવચનોને અનુસરીને વિચારવાના છે. શાસ્ત્રોમાં શું કહ્યું છે તે પૂર્વાચાર્યોએ શું કર્યું છે એ જ આપણે જોવાનું, એ સિવાય આપણી બુદ્ધિથી યોગ્ય-અયોગ્યનો વિચાર કરવો તો સર્વથા અયોગ્ય જ છે. અને શાસ્ત્રોનો વિચાર કરીએ તો, ‘જો તમે ધનદ્ધિને ઇચ્છો છો તો શ્રી જિનેશ્વરદેવની ગંધપૂજા કરો” વગેરે વિધાનો સ્પષ્ટરૂપે મળે છે. એમ ગણધર-ગુણાકરનું દષ્ટાન્ત, ધમિલનું દષ્ટાન્ત વગેરેમાં આવા પ્રશ્ન સંવિગ્નગીતાર્થ ગુરુને પૂછાયા છે અને ગુરુભગવંતે પણ, એ વખતે નથી મૌન સેવ્યું, કે નથી ‘અમને આવો પ્રશ્ન ન પૂછાય” એમ ઈનકાર ક્ય. સર્વત્ર ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો જ છે. શંકા - એ તો ગુરુભગવંત વિશેષ જ્ઞાની હશે ને તે તે જીવને આ રીતે પણ લાભ થવાનું જોયું હશે માટે ધર્મ કરવાનું કહ્યું હશે. ના સમાધાન - જે જે ગ્રન્થમાં આ અધિકાર આવે છે તેમાં સર્વત્ર ગુરુભગવંતે એકદમ જનરલ ઉપદેશ આપ્યો હોવાનું જણાય છે જે ધર્મ એ ધન વગેરેનો વ્યાભિચારશૂન્ય હેતુ છે” “સમૃદ્ધિ માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો દર્શાવેલા છે” વગેરે. વળી, કો'ક વિશિષ્ટ જીવને જ લાભ જઈને ગુરુભગવંતે આ પ્રમાણે ધર્મ કરવાનું કહ્યું હોય, બાકી સામાન્ય રીતે આવા પ્રશ્નના ઉત્તર તરીકે જે ધર્મ કરવાનું જણાવવાનો નિષેધ હોય તો આવો પ્રશ્ન સાધુ ભગવંતને ન પૂછાય અથવા આવો પ્રશ્ન આવે ત્યારે સાધુભગવંતે ધર્મ કરવાનો ઉપદેશ ન અપાય” આવો ઉલ્લેખ ક્યાંક તો જોવા મળે ને ? ક્યાંય આવો ઉલ્લેખ જોવા મળતો નથી. | બાકી, “અર્થ-કામ સાંસારિક ચીજ હોવાથી એ અંગે સાધુઓએ કશું માર્ગદર્શન ન અપાય” આવી વાત તો બિલકુલ શાસ્ત્રવિપરીત છે, કારણ કે શાસ્ત્રોમાં ન્યાયસંપન્ન વૈભવ, ઉચિતવિવાહ વગેરેનું માર્ગદર્શન આપ્યું જ છે. આમાં, જ્ઞાનીઓનો એ આશય જણાય છે કે, “ગૃહસ્થ છે, માટે સંપત્તિ તો રાખવાનો જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106