Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 50
________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ લગભગ એવા દરેક પ્રસંગોમાં ગુરુએ એ અપેક્ષાથી પણ ધર્મ જ કરવાનું માર્ગદર્શન આપ્યાનું ઠેર ઠેર શાસ્ત્રોમાં જોવા મળે છે. આમાં એક મહત્ત્વનું કારણ એ પણ હોઈ શકે કે, આ રીતે ભૌતિક અપેક્ષાથી કરેલો ધર્મ પણ, એ જીવના મોહનીયકર્મને મોળો પાડી દે અને તેથી પછી ઇચ્છા ખસવી વધુ સરળ બને. શ્રી ઋષભદેવ ભગવાન તો કેવલજ્ઞાનથી બાહુબલીનો અહંકાર જાણતા જ હતા, છતાં એક વરસ બાદ પ્રભુએ બ્રાહ્મી સુંદરીને મોકલી, પહેલાં નહીં. પહેલાં પ્રતિબોધ ને કેવલજ્ઞાન શક્ય હોત તો પ્રભુએ એમ જ કર્યું હોત. નાના ભાઈઓને વંદન ન કરવું પડે એવા અહંકાર પ્રેરિત વિચારથી બાહુબલીજી કાઉસ્સગ્નમાં ઊભા રહી ગયા છે ને બાર મહીના તપ વગેરે કર્યા છે. આવી અપેક્ષાથી કરેલા ધર્મથી પણ એક વિરસ બાદ કર્મલઘુતા થઈ - વિશિષ્ટ યોગ્યતા પ્રગટ થઈ એટલે પ્રભુએ બહેનોને વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો...” પ્રતિબોધ આપવા મોકલી. . બાકી તો તમારા મનમાં પણ રહ્યું જ છે કે એમ ઇચ્છા ખસી જવી સહજ શક્ય નથી. નહીંતર, જે ઇચ્છા ખસી જ ગઈ હોય તો હવે એ બીજી કોઈ અપેક્ષા રહી ન હોવાથી 'તને તારી ઇચ્છિત વસ્તુ તો મળી જ જવાની છે વગેરે આવાસન શા માટે આપવું પડે ? એ વસ્તુની ઇચ્છા જ ન રહી હોય તો એ મળે કે ન મળે શું ફેર પડે છે ? ઊલટું, 'તને તારી ઇચ્છિત વસ્તુ તો મળી જ જવાની છે ને” એવું આશ્વાસન આપવા પર એ જ સામેથી નહીં કહી દે કે હવે મારે ક્યાં જોઈએ છે ? કે તમે મને આવું ખોટું આશ્વાસન આપો છો... વળી એમ ઇચ્છા ખસી જવી શક્યા હોત તો ગણધર ભગવંતો ઇફલસિદ્ધિ પદ જ ન મૂકત. પ્રિ-૩૧ અર્થ-કામની ઇચ્છા ઊભી થઈ હોય ને એના ઉપાય તરીકે જે ધર્મ કરવામાં આવે તે ધર્મથી પાપાનુબંધી પુણ્ય પેદા થતું હોવાથી જ એ ધર્મ ત્યાજ્ય નથી ? ઉ-૩૧ આ ધર્મથી પાપાનુબંધી પુણ્ય જ બંધાય એવો કોઈ શાસ્ત્રપાઠ જોવામાં આવ્યો નથી. વળી, જો એનાથી પાપાનુબંધી પુણ્ય જ બંધાતું હોય તો, “અર્થ કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ” વગેરે ઉપદેશ શાસ્ત્રકારો આપત નહીં. એમ આવા ભૌતિક અપેક્ષા પૂર્વક કરાયેલા ધર્મથી પણ નિરાશસભાવના ધર્મની પ્રાપ્તિ વગેરે શક્ય છે ને એ રીતે એ હિતકર છે એવું પૂર્વાચાર્યોએ જે પ્રતિપાદન કર્યું છે તે કરત નહી. વિમધ્યમ-મધ્યમ જીવો પૌગલિક આશંસાથી જ દાન પુણ્યાદિ કાર્યો કરતા હોય છે તે છતાં એમને સુધરવાનો સંભવ ઘણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106