________________
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ અનુસરીને કોઈ ધર્મ કરે, તો એટલા માત્રથી એને પોતાની ઇચ્છિત વસ્તુ મળી જ જાય એવું થોડું છે ? ને એટલે જો કદાચ એને પોતાની ઇચ્છિત વસ્તુ નહીં મળે તો ધર્મ પ્રત્યે અશ્રદ્ધા નહીં થઈ જાય ?
૩િ-૨૬ એને અશ્રદ્ધા થઈ જશે કે નહીં એ વાત પછી, તમને તો અશ્રદ્ધા નથી ને ? “ધર્મથી સર્વ ઈચ્છિતની પ્રાપ્તિ થાય છે” આવી શ્રધ્ધા તમને તો છે ને ? ઉપા. શ્રી વિનયવિજ્ય મહારાજે શાંતસુધારસ ગ્રન્થમાં ધર્મને ઉદ્દેશીને કહ્યું છે કે “તારી કૃપાથી બધી ઇચ્છિત વસ્તુઓની સિદ્ધિ થાય છે - “ત
થારિવામિતસદ્ધિઃ' આ વચન પર તમને તો શ્રદ્ધા છે ને ? તો પછી આવો પ્રશ્ન કેમ ઊઠે છે ?
શંકા - પણ છતાં, એનાં અંતરાયકમ જોરદાર હોય ને ધર્મ એટલો પાવરફુલ ન હોય તો ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન પણ થાય. અને તો પછી એને અશ્રદ્ધા નહીં થઈ જાય ? એ ધર્મ કરવાનું છોડી નહીં દે ?
સમાધાન - પાણીથી આગ ઓલવાય, પણ આખું મકાન ભડભડ બળતી અગન જ્વાળાઓથી ઘેરાઈ ગયું હોય ને કોઈ પાણીનો મારો ચલાવે છે. છતાં એ મારો એટલો જોરદાર ન હોવાથી આગ ઓલવાતી નથી. પાગ એટલા માત્રથી, ‘પાણીથી આગ ઓલવાય’ એવી વાત પરથી એ પોતાની શ્રદ્ધા ઉડાવી દે ને પાણીનો મારો ચલાવવાનું બંધ કરી દે તો એ એનો દોષ છે. અને તેથી આગ
ઓલવવાની ઇચ્છા હોય તો પાણી છાંટવું જોઈએ” એવું માર્ગદર્શન આપવાનું સજનો બંધ થોડું કરી દે ? એમ પ્રસ્તુતમાં જો કોઈ ધર્મ કરવાનું છોડી દે તો એ એની મૂર્ખતા છે. પણ એટલા માત્રથી માર્ગદર્શન આપવાનું કાંઈ બંધ ન કરાય.
બીજી વાત, અર્થ-કામની પ્રાપ્તિ તો હજુ સહેલી છે, મોક્ષની પ્રાપ્તિ તો ઘણી દુષ્કર છે, કેટલાય ભવ સુધી પણ ન થાય. અને તો પછી મોક્ષ માટે ધર્મ કરનારને અશ્રદ્ધા થવાની શક્યતા ને એ ધર્મ કરવાનું છોડી દે એવી શક્યતા, તમારા અભિપ્રાય મુજબ તો હજારોગણી વધારે બની જ જશે. ને તેથી તમારે તો ‘મોક્ષની ઇચ્છા હોય તો ધર્મ જ કરવો જોઈએ' એવો પણ ઉપદેશ અપાશે નહીં.
ત્રીજી વાત, “અશ્રદ્ધા થઈ જવાથી એ ધર્મ છોડી દેશે' એવો ભય રાખીને ધર્મ કરવાનું નિષેધતા તમે તો અત્યારથી જ એને ધર્મ છોડાવી રહ્યા છો.. આ શું ઉચિત છે ?
ચોથી વાત, આવી અશ્રદ્ધાની વાત ને ધર્મ છોડી દેવાની વાત ને આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org