________________
૨૮
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ આગ્રહ રાખવો. હા માં જવાબ આપી નહીં શકે ને ‘ના’ માં જવાબ આપે એટલે ‘ધર્મ જ કરવો’ એ વાત સ્વીકારી લીધેલી જ જાણવી.)
ઇષ્ટફળસિદ્ધિ અંગે જે સમાધાન થયેલું (કે જેનું લખાણ આગળ આપેલું છે) તેમાં પણ જણાવ્યું છે કે '‘આ પ્રયોજન જીવનનિર્વાહ વગેરે ઇહલૌકિક આશયવાળું હોય તો ય એના માટે ધર્મ જ ઉપાદેય છે, આમ કહેવામાં જ્ઞાનીઓનો આશય તે જીવોને પાપમાંથી છોડાવી શુદ્ધ ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાનો છે.''
પૂર્વે જણાવી દીધેલી વાત ફરીથી જણાવી દઉં -- ઉત્તમ જીવોને વિશેષ
અવસર માં કોઈ એવી જિજ્ઞાસા જાગી હોય તો વ્યક્તિગત માર્ગદર્શન તરીકે ભૌતિક અપેક્ષા માટે પણ ધર્મ જ કરવાનું કહેવાય. તેઓને જનરલ ઉપદેશ તરીકે આ વાત કહેવાની જરૂર હોતી નથી, કારણ કે તેઓ ધર્મમાં જોડાયેલા જ હોય છે. ઉપદેશ તરીકે તો નવા જીવોને ધર્મમાં જોડવા માટે આ વાત કરવાની હોય છે.
પ્ર-૨૪] ધર્મના બદલામાં ભૌતિક ચીજ માગી લેવી એ તો નિયાણું કહેવાય છે. તો ભૌતિક અપેક્ષાથી કરાતા ધર્મમાં નિયાણાંનો દોષ નહીં લાગે ?
ઉ-૨૪ નિયાણાની વ્યાખ્યા સમજવાથી આવો કોઈ પ્રશ્ન ઊભો નહીં રહે. ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે ‘“જેણે સારી રીતે સુધર્મ કર્યો છે. તે, પછી એ ધર્મના બદલામાં ભવોભવ શબ્દ વગેરે વિષયો ભોગવવા માટે માગી લે તો એ ભોગનિયાણું જાણવું.'' સંવેગ રંગશાળામાં કહ્યું છે કે – “સંયમશિખરે આરૂઢ થયેલો, દુષ્કરતપકારક અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો પણ જે આત્મા પરીષહથી પરાભવ પામ્યો હોવાના કારણે અજોડ એવા શિવસુખની અવગણના કરીને અત્યંત તુચ્છ વિષયસુખ માટે આ પ્રમાણે નિયાણું કરે છે તે કાચમણને માટે વૈડુર્ય મણિનો નાશ કરે છે.''
આ બધાં શાસ્રવચનો પરથી સ્પષ્ટ છે કે, પહેલાં નિરાશંસભાવે સુંદર ધર્મ આરાધ્યો હોય ને પછી એના બદલામાં ભૌતિક સુખ માગી લેવાનું હોય તો ६. जो पुण सुकयसुधम्मो पच्छा मग्गइ भवे भवे भोतुं । सद्दाइकामभोगे भोगनियाणं इमं भणियं ॥ चे . म. ८५९ ।। '૭. संजमसिहरारूढो य विहियदुक्करतवो तिगुत्तो वि ।
अवगत्रिऊण सिवसुहमसमं पि परीसहाभिहओ ॥९१४०॥ एवं नियाणबंधं जो कुणइ सुतुच्छविसयसुहहेउं । सो कायमणिकरणं वेरुलियमणिं पणासेइ ॥ ९१४१||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org