________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ બાળ-મુગ્ધજીવો માટે છે, શ્રાવકો માટે નથી. ને બીજી બાજુ આવા દુષ્ટાતો આપવામાં આવે ત્યારે, એ તો ઉત્તમ પુરુષો હતા માટે વાંધો નહીં. તો પછી વાંધો કોઈની પણ માટે રહ્યો નહીં જ ને ? ને વાંધો ન જ હોવો જોઈએ ને ? કારણ કે અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” આ વાક્ય ધર્મ કરવાના વિધાન કરતાં અધર્મ-પાપનો નિષેધ કરવા પર વધારે ભાર મૂકવા માટે છે, ને પાપ તો કોઈ પણ ભૂમિકામાં નિષિદ્ધ છે જ ને! આ વાત બરાબર સમજીએ.
સીતા રામની પત્ની હતી. ‘દ્રૌપદી યુધિષ્ઠિરની પત્ની હતી.” આ બે વાક્યોનો કોઇ વિરોધ નહીં કરે. ‘સીતા રામની જ પત્ની હતી” આ વાક્યને પણ શ્રોતા સ્વીકારી લેશે. પણ દ્રૌપદી યુધિષ્ઠિરની જ પત્ની હતી” આ વાક્યને કોઈ સુજ્ઞ શ્રોતા સ્વીકારશે નહીં', તૂર્ત એનો નિષેધ કરશે. કારણ કે મનમાં યુધિષ્ઠિર સિવાયના ભીમ વગેરે પણ રહ્યા છે. સીતા માટે રામ સિવાય બીજું કોઈ મનમાં નથી, માટે ત્યાં નિષેધ નથી કરાતો. એટલે નક્કી થયું કે જેને 'જ' કાર લાગ્યો હોય તેના સિવાયનું બીજું કશુંક મનમાં રહ્યું હોય તો જ એ વાક્યનો નિષેધ થઈ શકે, અન્યથા નહીં'.
પ્રસ્તુતમાં, અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ' આ વાક્યનો વિરોધ ત્યારે જ થઈ શકે જો મનમાં ધર્મ સિવાયની ચીજ (=અધર્મ =પા૫) કરી શકાય? એવું રહ્યું હોય તો. જેઓ આ ધર્મ જ કરવાનું જણાવનાર વાક્ય ખોટું હોવું જણાવે છે તેઓ મુખથી બોલે કે ન બોલે, તેઓના મનમાં, ‘અર્થ-કામ માટે અધર્મ પણ કરી શકાય એવું બેસેલું જ હોવું જોઈએ. “ના, અધર્મ તો ન જ કરાય” એવું જ બેસેલું હોય તો, સ્પષ્ટ રૂપે બોલે કે ન બોલે, “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ’ આ વાતને તેઓએ મનોમન સ્વીકારવી જ પડે.
રામની પત્ની હોવાની વાત તો 'જ' કાર વિનાના સીતા રામની પત્ની હતી’ એવા વાક્યથી પણ થઈ જાય છે. સીતા રામની જ પત્ની હતી... આ
જ' કારવાળું વાક્ય તો સીતા રામની પત્ની હોવાની વાત કરતાં, રામ સિવાય અન્ય કોઈની પત્ની નહોતી એ વાત પર ભાર મૂકવા માટે જ છે એ પ્રતીતિસિદ્ધ છે. એમ અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો આવું વાક્ય “અધર્મ તો ન જ કરવો’ એ વાત પર ભાર મૂકવા માટે છે, જે કોઈપણ ભૂમિકાના જીવ માટે ઉચિત છે. જેઓ આ વાક્યનો વિરોધ કરતા હોય તેઓને પૂછવું કે 'તો, અર્થકામ માટે શું અધર્મ કરી શકાય ?' (આ પ્રશ્નના ઉત્તરમાં બીજી-ત્રીજી વાત પર ચડી જવાબ ઉડાડી ન દે એ માટે હા કે ના માં જવાબ મેળવવાનો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org