________________
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ
ઉ-૨૨] દૂધપાક એ કાંઈ આદરણીય ચીજ નથી કે જેથી ‘એનાથી મો એમ કહેવામાં આપણા દિલમાં એના પ્રત્યે રહેલા આદરને ધક્કો લાગવાનો ને તેથી આપણને નુકશાન થવાનો પ્રશ્ન ઊભો થાય. પણ ધર્મ તો આદરણીય તત્ત્વ છે, આપણા દિલમાં જેટલો એના પ્રત્યે આદરભાવ એટલો આપણને અધિક લાભ. આ આદરભાવને ધક્કો લગાડ્યા વિના એને ભૂંડો કહી શકાય નહીં. ‘ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા આચાર્યશ્રી રામચન્દ્ર સૂ.મ. ભૂંડા છે‘ ‘ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા શ્રી વીરપરમાત્મા ભૂંડા છે' આ વાક્યો અંગે જે દલીલ કરવાનું મન થાય છે કે “એમાં આચાર્ય શ્રી કે પરમાત્મા ભૂંડા નથી, પણ ભૌતિક અપેક્ષા ભૂંડી છે. વગેરે’ તે જ સૂચવે છે કે આ વાક્યો સાંભળતાં જ દિલમાં ખટકો લાગે છે, મન એને સ્વીકારવા તૈયાર થતું નથી. આ વાક્યોને એમના પ્રત્યે આદરભાવ ધરાવનારાઓ શું સંકોચ- ખેદ-આઘાત વિના બોલી શકે ? નહીં જ બોલી શકે, કારણ કે દિલમાં રહેલો આદરભાવ જીભને ઉપડવા જ નહીં
દે. એ જ રીતે ધર્મ તત્ત્વ પર જો આદરભાવ રહેલો હોય તો જો ધર્મતત્ત્વ પ્રત્યે ખરો અનુરાગ હોય તો એને ભૂંડો કહેવા માટે જીભ ઉપડવી ન જ જોઈએ. ને સાંભળવા માટે મન તૈયાર ન જોઈએ. ને છતાં, જેણે ધર્મ તત્ત્વ માટે કહેવું જ છે કે,
‘‘ભૌતિક અપેક્ષાથી આરાધાયેલો ધર્મ ભૂંડો છે' તેણે,
‘‘ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા શ્રીરામચન્દ્ર સુ.મ. ભૂંડા છે'' વગેરે પ્રચાર પણ જોરશોરથી કરવો જ જોઈએ ને ?!
૨૬
પ્ર-૨૩ તમે આગળ, શ્રીકૃષ્ણે રાવિદ્યાના નિવારણ માટે અટ્ઠમાદિ કર્યા હતા એ જણાવ્યું. એમ ઘણીવાર તમે, શ્રીપાળકુંવરનું દૃષ્ટાન્ત ટાંકો છો કે ‘વીણાવાદનમાં પોતાને જીતે એને પરણવું' એવા નિયમવાળી રાજકુમારી અંગેના કૌતુકથી ત્યાં શીઘ્ર પહોંચવા માટે શ્રીપાળકુંવરે નવપદજીનું ધ્યાન ધર્યું હતું. વગેરે. પણ આ બધા ઉત્તમ પુરુષો છે. તેઓ અર્થ-કામને હેય માનતા હોય છે એટલે અપવાદપદે એમને વ્યક્તિગત રીતે, આવી ભૌતિક અપેક્ષા ઊભી થઈ હોય તો પણ ધર્મ કરવાનું કહી શકાય, પણ એ સિવાય જે તેને આવું માર્ગદર્શન શી રીતે આપી શકાય ?
[૬-૨૩ આવો પ્રશ્ન ઊઠાવનારાઓ, પોતાની જ વાતમાં કેવો વિરોધાભાસ ઊભો કરી રહ્યા હોય છે ! એક બાજુ તેઓ કહેતા હોય છે કે આ ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org