________________
XXX
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ (૧) વિમધ્યમ પ્રકૃતિના જીવો પૌદ્ગલિક સુખના અર્થી હોય. એ જેમ આલોકના પૌદ્ગલિક સુખના અર્થી હોય, તેમ પરલોકના પૌદ્ગલિક સુખના અર્થી હોય. (૨) પરલોકના પૌદ્ગલિક સુખો પામવાની અપેક્ષાએ આલોકનાં પૌદ્ગલિક સુખોને તજી દઈને તપ-ધ્યાન આદિમાં લાગી ગયેલા ત્યાગી જીવો તો મધ્યમ પ્રકૃતિાવાળા જીવોમાં ગણાય. વિમધ્યમ પ્રકૃતિવાળા જીવો તો એવા કે એમને આલોકના સુખનો લોભેય ઘણો અને પરલોકના સુખનો લોભય ઘણો. (૩) ઊલટું વિમધ્યમ પ્રકૃતિવાળાને સદ્ગુરુનો સુયોગ આદિ મળી જતાં ઉત્તમ બનતાં પ્રાયઃ વાર લાગે નહિ, જ્યારે અધમાધમ પ્રકૃતિવાળા તો ધર્મ સાંભળવાની લાયકાતથી પણ વિમુખ હોય છે. (૪) જેમને એમ થતું ના હોય કે “મારે તો એક મોક્ષ જ જોઈએ' તેમણે પણ વિમધ્યમ પ્રકૃતિવાળા બનવાનો પ્રયત્ન કરવા જેવો છે. મિથ્યાત્વ ગાઢ હોય તો મોક્ષની ઇચ્છા ન જન્મે એવું પણ બને, પણ એવા જીવોય જો વિમધ્યમ પ્રકૃતિવાળા બની જાય તો એમનું ભવિષ્ય સુધરવાનો સંભવ ઘણો છે. અહીં પરલોકને આંખ સામે રાખીને જીવે, પરલોક બગડે નહિં એ માટે ભૂંડાં કામોથી બચતો રહે અને પરલોક સુધરે એ માટે પુણ્યનાં કામ રસપૂર્વક કર્યા કરે. એવા જીવોની ભવિતવ્યતા જો સારી હોય તો એ જીવો પરલોકનું સુધારીને સારે ઠેકાણે જન્મી જાય. ત્યાં સદ્ગુરુ આદિની સુંદર સામગ્રી પામી જાય. એથી મિથ્યાત્વ ગળી જાય અને ભગવાને કહેલ માર્ગને એ પામી જાય એવું પણ બને. (૫) પણ વિધ્યમ પ્રકૃતિ કેળવીને પોતાના પરલોકને સુધારવાને મથનાર જીવોને આવો લાભ થવાનો સંભવ ઘણો મોટો, એમ જરૂર કહી શકાય. (૬) અસલ તો મોક્ષ માટે જ મથવું જોઈએ, પણ એવી ઉત્તમતા ન આવી હોય અને આ લોકમાં સુખે જીવવા સાથે પરલોકમાં સુખ પામવાની ઇચ્છા હોય તોય પોતાની પાસે જે કાંઈ હોય અને પોતાને જે કાંઈ મળે તેનાથી પુણ્યનાં કામ કર્યા કરવાનું મન તો થયા જ કરવું જોઈએ ને ?
XXX
આમાં વિધ્યમ પ્રકૃતિ કેળવવાનો- એટલે કે આલોક અને પરલોક બન્નેમાં પૌદ્ગલિક સુખો મળ્યા કરે એ માટે ધર્મ કરવાનો - ઉપદેશ છે એ સ્પષ્ટ છે.
૨૪
જુઓ, જૈન શાસનમાં દેવ-ગુરુ અને ધર્મ આ ત્રણે તત્ત્વ સમાન રીતે ઉપાસ્ય છે. એટલે જે વાત ધર્મને લાગુ પડે એ દેવ-ગુરુને પણ લાગુ પડે એ સહજ છે. એટલે, ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા દેવને અમે ભૂંડો ન કહેતા હોવાથી ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા ગુરુ અને દેવને ભૂંડા કહેવાની જરૂર અમને ઊભી થતી નથી. પણ જેઓ ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા ધર્મને ભૂંડો કહે છે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org