________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૩૧
ન
કરીને પણ, ‘અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ’’ એવો ઉપદેશ આપવો અનુચિત બની જતો હોય તો, શાસ્ત્રકાર પણ તેવો ઉપદેશ આપત નહીં, પણ આપ્યો તો છે. તે જણાવે છે કે આવું બહાનું કાઢીને એ ઉપદેશ ન આપવો એ ખોટી વાત છે તથા એવા ઉપદેશને જિનાજ્ઞાથી વિપરીત માનવો એ, (આવો ઉપદેશ આપનારા) પૂર્વપુરુષો પર જિનાજ્ઞાથી વિપરીત ઉપદેશ દેવાનો આરોપ કરવા સમાન છે.
પ્ર-૨૭] ‘અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ’. આવા ઉપદેશ વચનને અનુસરીને કોઈ ધર્મ કરે, ને એના પ્રભાવે એને અર્થ-કામ મળી ગયા.. તો પછી અર્થ-કામ મેળવવાથી એ વધુ પાપ કરશે ને વધારે દુઃખી થશે. માટે આવો ઉપદેશ ન આપવો જોઈએ ને ?
ઉ-૨૭] અર્થ-કામ મળવા માત્રથી વધુ પાપ કરશે એ નિશ્ચિત છે ? શંકા - હા, કેમ નહીં ? કેમકે સામગ્રી વધુ મળે એટલે પાપ વધુ થાય જ. સમાધાન તો તો નિરાશંસભાવે પણ ધર્મ ન જ કરવો જોઈએ. કારણ કે અર્થ-કામની ઇચ્છાથી થતાં ધર્મથી જેટલી અર્થ-કામની સામગ્રી મળશે એના કરતાં નિરાશંસ ભાવે થતાં ધર્મથી જેટલી અર્થ-કામની સામગ્રી મળશે એ નિઃશંક ઘણી જ વધારે હોવાથી અત્યંત વધારે પાપ કરાવશે જ.
શંકા - ‘અર્થ-કામ મળવા માત્રથી પાપ થાય જ’ એવું નથી. પરંતુ ‘મિલન આશયથી કરેલા ધર્મથી જે અર્થ-કામ મળે તેનાથી પાપ થાય’ એવું છે. નિરાશંસભવે કરાયેલો ધર્મ કાંઈ મલિન આશયથી થયેલો નથી કે જેથી એ ધર્મથી મળેલા અર્થકામ પાપ જ કરાવે એવું માનવું પડે.
-
સમાધાન - એક આદમીને ધનની આવશ્યકતા ઊભી થઈ. એની નજર સામે દાણચોરી, અનીતિ, વેપાર, નોકરી, લોટરી વગેરે ઉપાયો જેમ આવે છે એમ આવું શાસ્ત્રવચન પણ આવે છે કે “ધર્મ ધન વગેરેનું અમોઘ કારણ છે, જેમ કે બીજ ફળનું મુખ્ય કારણ છે. સાહસ, વ્યાપાર વગેરે તો ધનપ્રાપ્તિનાં સહકારી કારણો છે, જેમ કે ફળપ્રાપ્તિનાં જળસિંચન વગેરે સહકારી કારણો, તે સહકારી કારણો વ્યભિચારી = અનૈકાન્તિક = ‘ક્યારેક કાર્ય ન પણ કરી આપે' એવા ९. धर्मो धनादेर्व्यभिचारवन्ध्यो बीजं फलस्येव हि मुख्यहेतुः । उपक्रमाद्याः सहकारिणोऽम्भः सेकादिवत्ते व्यभिचारिणोऽपि ||४६ ||
श्री श्राद्धप्रतिक्रमणसूत्र अर्थदीपिकावृत्तौ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org