________________
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ જીવોના, પ્રવૃત્તિને અનુસરીને ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ લોકમાં પણ નિન્જ ગણાય ને પરલોકને પણ નુકશાનકર્તા હોય એવી ચોરી-લૂંટફાટ વગેરે પાપપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેનારા જીવો અધમાધમ છે. આલોકમાં (લૌકિક દષ્ટિએ) નિન્ય ન ગણાતા હોવા છતાં પરલોકને બગાડનારાં હોય એવાં આરંભ સમારંભમાં કારખાનાં ચલાવવા વગેરે પાપ કાર્યોમાં વ્યસ્ત રહેનારા જીવો અધમકક્ષામાં આવે છે. આ લોકમાં પોતાના સુખ સગવડને આંચ ન આવે એવી પ્રવૃત્તિ કરતાં હોવા છતાં પોતાનો પરલોક પણ બગડી ન જાય, ને ત્યાં પણ બધી પૌદ્ગલિક અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એ માટે દાન-પુણ્યનાં કાર્યો પણ કરનારાં જીવો વિમધ્યમ છે. પરલોકમાં ખૂબ જાહોજલાલી મળે એ માટે આલોકના બધા પૌલિક સુખોને ફગાવી દઈ તાપસ' વગેરેનું તપ-ત્યાગમય જીવન જીવનારા જીવો મધ્યમ છે. - આ ચારેય પ્રકારના જીવો પૌદ્ગલિક સુખો માટે મથી રહ્યા હોય છે. પણ એ માટે પાપ કરનારા જીવોને અધમાધમ તથા અધમ કહ્યા છે જ્યારે એ માટે દાન-પુણ્ય કે તપ- ત્યાગાદિ ધર્મ કરનારા જીવોને વિમધ્યમ-મધ્યમ કહ્યા છે. જો પૌલિક સુખો માટે કરાતો ધર્મ, પાપ કરતાં ભૂંડો હોત તો આ જીવોને વિમધ્યમ-મધ્યમ ન કહેતાં અધમાધમ-અધમ કહેત ને પાપ કરનારા જીવોને વિમધ્યમ-મધ્યમ કહેત. પણ એ પ્રમાણે કહ્યું નથી. માટે જણાય છે કે “ભૌતિક ઇચ્છાથી કરાતો ધર્મ, પાપ કરતાં વધારે ખરાબ = ભૂંડો છે.' એવો પ્રથમ વિકલ્પ ઉચિત નથી.
“નિરાશસભાવે કરાતા ધર્મ કરતાં એ ઘણો ખરાબ છે'' આવો બીજો વિકલ્પ હવે વિચારીએ. “અ” કરતાં “બ” ઘણો ખરાબ છે” આ વાક્યપ્રયોગથી ‘બ ઘણો ખરાબ છે ને એ ઓછો ખરાબ છે” આવી પ્રતીતિ શ્રોતાને થવાની શક્યતા નકારી શકાતી નથી. એટલે, “નિરાશસભાવે કરાતા ધર્મ કરતાં ભૌતિક ઇચ્છાથી કરાતો ધર્મ ઘણો ખરાબ છે એવા વાક્યપ્રયોગથી ‘ભૌતિક ઇચ્છાથી કરાતો ધર્મ ઘણો ખરાબ ને નિરાશસભાવે કરાતો ધર્મ ઓછો ખરાબ” આવી પ્રતીતિને નકારી શકાય નહીં જે અનુચિત છે. કારણ કે નિરાશ ભાવનો ધર્મ ખરાબ નથી પણ સારો જ છે' એ ઉભયસિદ્ધ છે.
બીજી રીતે પણ વિચારીએ - અવિરતિ ખરાબ છે. સર્વવિરતિ સર્વશ્રેષ્ઠ છે, દેશવિરતિ બેની વચમાં છે. બેશક, દેશવિરતિ, સર્વવિરતિની અપેક્ષાએ ઓછી સારી છે, છતાં દેશવિરતિ ભૂંડી છે' એમ બોલી શકાતું નથી, કારણ કે ભંડ શબ્દ “ઓછું સારું અર્થને જણાવતો નથી પણ ઘણું ખરાબ” અર્થને જ જણાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org