________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ હોય તો ધર્મ મોક્ષ માટે જ કરવો’ એવો 'જ' કાર યુક્ત જવાબ આપવામાં કોઈ વાંધો નથી. એટલે તમે પણ જે, “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ” એમ 'જ' કાર સાથે કહો છો તો સામો પક્ષ પાણ એ જ કહેતો હોવાથી તમારે વિરોધ શાનો છે?
ઉ-૧૮] “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ” એ વાતમાં અમારે કોઈ વિરોધ છે નહીં. પણ, “અર્થ-કામનો ઇચ્છુક એ ઇચ્છાથી જે ધર્મ કરે છે તે મહાભૂંડો છે, સંસાર વધારનારો છે, રિબાવી રિબાવીને મારનારો છે” વગેરે જે શાસ્ત્રવિરુદ્ધ વાતો જોરશોરથી પ્રચારાય છે તેનો વિરોધ છે.
પ્ર-૧૯ “અર્થ-કામની ઇચ્છાથી આરાધાયેલો ધર્મ મહાભૂંડો છે” વગેરે વાતમાં ખોટું શું છે ?
ઉિ-૧૯ મહાભૂંડો-ભંડો.. આ શબ્દો ઘણો ખરાબ-વધારે ખરાબ એવા અર્થની શ્રોતાને પ્રતીતિ કરાવે છે એ અનુભવસિદ્ધ વાત છે. એટલે ‘અર્થ-કામની ઈચ્છાથી આરાધાયેલો ધર્મ ઘણો ખરાબ છે' એવો જે અર્થ પ્રતીત થાય છે એમાં ઘણો ખરાબ” એટલે કોની અપેક્ષાએ ઘણો ખરાબ ? આ વિચારીએ તો બે વિકલ્પો ઉપસ્થિત થાય છે. (૧) અર્થ-કામની ઇચ્છાથી થતા પાપ કરતાં કે (૨) નિરાશસભાવે કરાતા ધર્મ કરતાં ?
આમાંનો પ્રથમ વિકલ્પ ઉચિત નથી. કારણ કે ભૌતિક ઇચ્છાથી કરાતા પાપ કરતાં પણ ધર્મને વધારે ખરાબ કહેવાનો અર્થ એવો થાય કે, ‘આરોગ્ય જાળવવાની ઇચ્છાથી કરાતો ઈંડાત્યાગ રૂપ ધર્મ, ઈંડા ભક્ષણ સ્વરૂપ પાપ કરતાં વધારે ખરાબ છે !” “સંપત્તિ માટે નીતિ-પ્રામાણિકતા વગેરે ધર્મ સેવવો એ અનીતિ-માયાપ્રપંચો આચરવા કરતાં વધારે ખરાબ છે !! એમ નોકરી માટેનું ફોર્મ ભરતી વખતે ત્રણ નવકાર ગણીને ફોર્મ ભરવું એ, એ ફોર્મ પાસ થઈ જાય એ માટે લાંચ આપવી એના કરતાં વધારે ખરાબ છે !!! જો આ વાતો અનુચિત લાગતી હોય તો ભૌતિક ઇચ્છાથી કરાતો ધર્મ, પાપ કરતાં ભૂંડો છે એવો પ્રથમ વિકલ્પ માની શકાય નહીં.
શાસ્ત્રોમાં પણ આવું જ જણાવ્યું છે. શ્રીસ્વાર્થકારિકામાં છ પ્રકારના જીવોનું વર્ણન કરેલું છે. શ્રી તીર્થંકરદેવો ‘ઉત્તમોત્તમ છે. મોક્ષની અભિલાષાવાળા જીવો ઉત્તમ છે. દરેક જીવો સુખને તો ચાહે જ છે, એટલે જે જીવોને મોક્ષસુખ હજુ રુચ્યું નથી, તે જીવો પૌગલિક સુખના અર્થી હોય જ એ સહજ છે. એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org